શોધખોળ કરો

Gujarat Election 2022 : મિશન 2022 માટે કોંગ્રેસની આજે બે બેઠક, ગુજરાત ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવ આવશે ગુજરાત

મિશન 2022 માટે કોંગ્રેસની આજે બે બેઠક યોજાશે. ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અને રાજસ્થાનના CM અશોક ગેહલોત હાજર રહેશે. રાષ્ટ્રીય કોંગ્રેસના મહાસચિવ કે સી વેણુગોપાલની અધ્યક્ષતામાં બેઠક થશે

અમદાવાદઃ મિશન 2022 માટે કોંગ્રેસની આજે બે બેઠક યોજાશે. ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અને રાજસ્થાનના CM અશોક ગેહલોત હાજર રહેશે. રાષ્ટ્રીય કોંગ્રેસના મહાસચિવ કે સી વેણુગોપાલની અધ્યક્ષતામાં બેઠક થશે. બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીની જવાબદારીઓ અંગે ચર્ચા. ધારાસભ્યોની જવાબદારી અને આગામી કાર્યક્રમો અંગે ચર્ચા થશે.

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓના ગુજરાત પ્રવાસનું આયોજન થશે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી સંદર્ભે આ બેઠકમાં થશે ચર્ચા. પ્રભારી ડો. રઘુ શર્મા અને પ્રમુખ જગદીશ ઠાકોર બેઠકમાં રહેશે હાજર. ગુજરાત કોંગ્રેસના તમામ અગ્રણી નેતાઓ અને ધારાસભ્યો સાથે બેઠક. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે બપોરે મળશે મહત્વની બેઠક. અશોક ગેહલોત અને વેણુગોપાલ ધારાસભ્યો સાથે કરશે બેઠકચ રાત્રે વિપક્ષના નેતાના નિવાસ્થાને મળશે ધારાસભ્યોની બેઠક. ધારાસભ્યો ગેહલોત અને વેણુગોપાલ સમક્ષ પોતાની રજૂઆત કરશે. ચૂંટણીમાં ધારાસભ્યોની ઉમેદવારીને લઈ આ બેઠકમાં થઈ શકે ચર્ચા. તૂટતી કોંગ્રેસનો શિલશિલો અટકાવવા બેઠકમાં થઈ શકે છે ચર્ચા.

કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવ આવશે ગુજરાત. આજે બપોર બાદ ભુપેન્દ્ર યાદવ આવશે ગુજરાતમાં. ચૂંટણી પહેલા કેન્દ્રીય નેતાઓ નો ગુજરાત પ્રવાસ વધ્યો. રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષના ગુજરાત પ્રવાસ બાદ પ્રભારી ભુપેન્દ્ર યાદવનો ગુજરાત પ્રવાસ. ભુપેન્દ્ર યાદવ આજે સાંજે એક સરકારી કાર્યક્રમમાં આપશે હાજરી. ત્યારબાદ ભાજપ સંગઠનાત્મક બેઠકો મા પણ પ્રભારી ભુપેન્દ્ર યાદવ રહી શકે છે હાજર.

Bharat Jodo Yatra: આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટી 'ભારત જોડો યાત્રા'નો લોગો અને અભિયાન શરૂ કરવા માટે તૈયાર છે. આજે બપોરે 12 વાગ્યે કોંગ્રેસ પાર્ટી હેડક્વાર્ટર ખાતે યોજાનારી પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના અનેક મોટા નેતાઓ હાજર રહેશે. કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' કાશ્મીરથી કન્યાકુમારી સુધી કરવામાં આવશે. આ દરમિયાન આ વૉકિંગ ટૂર 12 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થશે.

'ભારત જોડો યાત્રા'ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા સોમવારે દિલ્હીમાં કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયા ખાતે દેશભરના નાગરિક સમાજના પ્રતિનિધિઓ અને અગ્રણી વ્યક્તિઓ સાથે બેઠક યોજાઈ હતી. આ દરમિયાન 'સ્વરાજ ઈન્ડિયા'ના યોગેન્દ્ર યાદવ અને અન્ય ઘણી સામાજિક અને બિન-સરકારી સંસ્થાઓએ બેઠકમાં હાજરી આપી હતી.

ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરથી શરૂ થશે

કોંગ્રેસ 7 સપ્ટેમ્બરથી આ ઐતિહાસિક 'ભારત જોડો યાત્રા' શરૂ કરવા જઈ રહી છે. તે તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થશે અને આ યાત્રા 3500 કિમીનું અંતર કાપીને કાશ્મીરમાં સમાપ્ત થશે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર આ યાત્રામાં સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સમાન વિચારધારા ધરાવતા લોકો ભાગ લઈ શકે છે. 

રાહુલ ગાંધી જોડવાની રાજનીતિ ઈચ્છે છે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નાગરિક સમાજના પ્રતિનિધિઓની બેઠકમાં ઉલ્લેખ કર્યો છે કે આ ભારત જોડો યાત્રામાં તેમની સાથે કોઈ ચાલશે કે નહીં ચાલે, તેઓ એકલા જ તેને પૂર્ણ કરશે. બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતના લોકો ભાગલા પાડવાની નહીં, જોડવાનું રાજકારણ ઈચ્છે છે.

નોંધનીય છે કે, કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' માટે, દિલ્હીમાં કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયા ખાતે નાગરિક સમાજના પ્રતિનિધિઓ અને દેશભરના અગ્રણી વ્યક્તિઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પણ પહોંચ્યા હતા. જેમણે ત્યાં હાજર લોકો સાથે વાત કરી હતી. કોંગ્રેસ 7 સપ્ટેમ્બરથી 'ભારત જોડો યાત્રા' શરૂ કરવા જઈ રહી છે. આ માટે કોંગ્રેસે નાગરિક સમાજના પ્રતિનિધિઓ અને સામાન્ય લોકોની સમસ્યાઓ પર વાત કરનારા તમામ લોકોને યાત્રામાં જોડાવા આમંત્રણ આપ્યું છે.

આ બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું કે આ યાત્રા તેમના માટે તપસ્યા સમાન છે અને તેઓ ભારતને એક કરવા માટે લાંબી લડાઈ માટે તૈયાર છે. રાહુલ ગાંધી સાથેની આ બેઠકમાં સ્વરાજ ઈન્ડિયાના યોગેન્દ્ર યાદવ, આયોજન પંચના ભૂતપૂર્વ સભ્ય સૈયદા હમીદ, એકતા પરિષદના પીવી રાજગોપાલ, સફાઈ કર્મચારી આંદોલનના બેઝવાડા વિલ્સન અને અન્ય ઘણી સામાજિક અને બિન-સરકારી સંસ્થાઓના લગભગ 150 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. બેઠક બાદ આ પ્રતિનિધિઓએ જાહેરાત કરી હતી કે તેઓ દેશને એક કરવા માટેના આ અભિયાનમાં જોડાશે અને આગામી દિવસોમાં તેના સમર્થનમાં અપીલ પણ બહાર પાડશે.

રાહુલ ગાંધીએ શું કહ્યું?

સૂત્રોએ જણાવ્યું કે આ યાત્રાના ઉદ્દેશ્યનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે આ યાત્રામાં મારી સાથે કોઈ ન ચાલે, હું એકલો જ ચાલીશ. રાહુલ ગાંધીએ નાગરિક સમાજના પ્રતિનિધિઓને કહ્યું કે હું જાણું છું કે આ (દેશને એક કરવા માટે) એક લાંબી લડાઈ છે. હું આ લડાઈ માટે તૈયાર છું. તેણે કહ્યું કે તે આ યાત્રાને પોતાના માટે એક તપસ્યા માને છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ બેઠકમાં કહ્યું, "ભારતની રાજનીતિ ધ્રુવીકરણ થઈ ગઈ છે. અમે અમારી યાત્રામાં લોકોને કહીશું કે એક તરફ આપણી પાસે RSSની વિચારધારા છે અને બીજી તરફ આપણી પાસે બધાને સાથે લઈને ચાલવાની વિચારધારા છે. અમે એ વિશ્વાસ સાથે આ યાત્રા શરૂ કરી રહ્યા છીએ કે ભારતના લોકો ભાગલાનું રાજકારણ નથી ઈચ્છે, પરંતુ એકતાનું રાજકારણ ઈચ્છે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget