શોધખોળ કરો

Dwarka : કેજરીવાલની સભામાં ઉમટી પડી જનમેદની, ખેડૂતો માટે કરશે જાહેરાત

દ્વારકા એન ડી એચ હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે અરવિંદ કેજરીવાલનું આગમન થયું છે. જાહેર સભામાં મોટી માનવ મેદની વચ્ચે કેજરીવાલે અભિવાદન કર્યું. ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી પણ ઉપસ્થિત છે.

Dwarka : દ્વારકા એન ડી એચ હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે અરવિંદ કેજરીવાલનું આગમન થયું છે. જાહેર સભામાં મોટી માનવ મેદની વચ્ચે કેજરીવાલે અભિવાદન કર્યું. ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી પણ ઉપસ્થિત છે. વિધાનસભા દ્વારકા /કલ્યાણપુર બેઠક સર કરવા દ્વારકા માં જાહેર સભા. સાંજે 5 વાગે દ્વારકા જગત મંદિરે દર્શન કરશે કેજરીવાલ.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું પોરબંદરના એરપોર્ટથી દ્વારકા જવા રવાના પણ થયા હતા. દ્વારકા ખાતે ખેડૂતોને ગેરેન્ટી આપશે. માછીમારો સાથે પણ મુલાકાત કરશે. ખેડૂતો કરજામાં દબાયા અને પોષણક્ષમ ભાવ નહિ મળતા હોવાના આક્ષેપ. પોરબંદરના એરપોર્ટની તમામ ફ્લાઈટ બંધના મુદ્દે  કેજરીવાલે કહ્યું ડબલ એનજીનવાળી સરકારમાં બધું બંધ અમારી સરકાર આવશે તો બધા એન્જીન ચાલુ થશે.

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલ તેમના સંગઠનના પ્રચારને વેગ આપવા માટે શુક્રવારથી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે અને આ દરમિયાન તેઓ ચૂંટણી પૂર્વે વધુ ગેરંટીની જાહેર કરશે. ગુરુવારે એક નિવેદનમાં, AAPએ જણાવ્યું હતું કે તેમની મુલાકાત દરમિયાન, કેજરીવાલ ગુજરાતના લોકો માટે "મોટી પ્રી-પોલ ગેરંટી" જાહેર કરશે, જ્યાં વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.

સીએમ કેજરીવાલે ગુજરાતની જનતાને અનેક વચનો આપ્યા છે

કેજરીવાલે અત્યાર સુધીમાં ગુજરાત માટે અનેક 'ગેરંટી' જાહેર કરી છે, જેમાં દર મહિને 300 યુનિટ સુધીની મફત વીજળી, રૂ. 3,000નું બેરોજગારી ભથ્થું, 10 લાખ સરકારી નોકરીઓ, બધા માટે મફત અને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ અને સરકારી શાળાઓમાં મફત શિક્ષણ અને મહિલાઓ માટે 1,000નું ભથ્થું સામેલ છે.

કેજરીવાલે આ દાવો કર્યો છે

PM મોદીએ "પ્રામાણિકતાનું પ્રમાણપત્ર" આપ્યુંઃ

કેજરીવાલે દાવો કર્યો કે, "CBIએ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા, તેમના ગામમાં ગયા અને તેમના બેંક લોકરની તલાશી લીધી. સીબીઆઈના લોકો કહે છે કે તેઓને સિસોદિયા સામે કંઈ મળ્યું નથી, પરંતુ તેઓ તેમની ધરપકડ કરવા માટે દબાણ હેઠળ છે," તેમણે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ રીતે અમને "પ્રામાણિકતાનું પ્રમાણપત્ર" આપ્યું છે.

દેવભૂમિ દ્વારકાથી બે દિવસની યાત્રાનો પ્રારંભ કરશે

નિવેદનમાં જણાવાયું છે કે, AAP નેતા દ્વારકા શહેરમાં એક સભાને સંબોધિત કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી તેમની બે દિવસીય મુલાકાતની શરૂઆત કરશે, જે દરમિયાન તેઓ નવી ચૂંટણી પૂર્વ ગેરંટી જાહેર કરશે. સભાને સંબોધિત કર્યા બાદ કેજરીવાલ દ્વારકા શહેરના પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં પૂજા અર્ચના કરશે. શનિવારે તેઓ સરપંચોની બેઠકમાં હાજરી આપવા સુરેન્દ્રનગર શહેરમાં આવશે. કેજરીવાલે છેલ્લા કેટલાક મહિનામાં ઘણી વખત ગુજરાતની મુલાકાત લીધી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget