(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat : ગમે ત્યારે ખોટું બોલવામાં કેજરીવાલનું નામ ગિનિસ બૂકમાં આવશેઃ કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ
દ્વારકામાં કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ ભગવાનના દર્શન કરી બૌદ્ધિક સંમેલન યોજી કેજરિવાલ પર આક્ષેપો કર્યા હતા. કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિજીએ દ્વારકા બૌદ્ધિક સંમેલનમાં સંબોધ કર્યું.
Gujarat : દ્વારકામાં કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ ભગવાનના દર્શન કરી બૌદ્ધિક સંમેલન યોજી કેજરિવાલ પર આક્ષેપો કર્યા હતા. ભારત સરકારના કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિજીએ દ્વારકા બૌદ્ધિક સંમેલનમાં સંબોધ કર્યું. આ તકે જિલ્લા ભાજપનાં આગેવાનો અને બૌદ્ધિક લોકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. સાધ્વીજીએ ગુજરાતમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કેજરીવાલ પર આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે ભાજપ સાશિત રાજ્યો સિવાયનાં રાજ્યોમા પંચાયતીરાજમાં પૈસા નથી.
કેન્દ્રની યોજનાઓ લોકો સુધી પહોંચાડવામાં આવતી નથી. ગુજરાત દરેક ક્ષેત્રે દેશનું મોડલ હોવાનું જણાવ્યું હતું. અમુક કથિત લોકોમાં નામ લેતા કેજરીવાલ પર જૂઠું બોલવામાં ગીનીશ બુકમા નંબર આવશે તેમ કહી આક્ષેપો કર્યા હતા. પુસ્તક સંબોધન બાબતે પણ પ્રકાશ પાડ્યો હતો. આ તકે જિલ્લાના ભારનીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનો અને કાર્યકર્તાઓ, ચુંટાયેલા જન પ્રતિનિધિઓ તેમજ જિલ્લા અને મંડળ સંગઠન અને મોરચાના હોદેદારો અને વિદ્યાર્થીઓ આ બૌદ્ધિક સંમેલન માં હાજર રહ્યા હતા.
Gujarat Election : હવે કેજરીવાલ ગુજરાતના કયા વર્ગ સાથે કરશે સંવાદ, આવતી કાલે કેજરીવાલ-માન કરશે સંવાદ
અમદાવાદઃ વડોદરાના કેજરીવાલ કાર્યકમ સ્થળના બુકીંગને લઈને ગોપાલ ઈટાલિયાનુ નિવેદન સામે આવ્યું છે. ભાજપની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં અરવિદ કેજરીવાલના કાર્યક્રમ રાખવાનો હતો ત્યાં 13 સ્થળો ભાજપના લોકો કે ગુંડાઓએ કેન્સલ કરાવ્યો. જ્યા જ્યા કાર્યક્રમમાટે સ્થળો રાખવાની વાત કરતા ત્યા ત્યા ભાજપના લોકો ભાજપના ગુંડાઓ કેન્સલ કરાવતા હતા. છેલ્લો એક નવનિત કાકા નામના વ્યકિતએ કેજરીવાલના કાર્યક્રમ માટે ભાડે આપ્યો. એમને પણ ભાજપે ધમકાવવાનો પ્રયત્ન કર્યો. આપથી ડરેલા ભાજપના કાયર અને ડરપોક લોકોએ આજે એ પાર્ટી પ્લોટને તોડી નાખવા માટે મોકલી.
ઇટાલિયાએ જણાવ્યું કે, જેવી રીતે ગુજરાતમાં એક મજબૂત લહેર આમ આદમી પાર્ટીની આવી છે એ સૌ ગુજરાતીઓ અનુભવી રહ્યા છે. ગુજરાતના ઈતિહાસ પહેલી વખત એક મજબૂત પક્ષ રીતે ઉભરી આવ્યો છે. નિયમિત રીતે અરવિંદ કેજરીવાલજી ગુજરાતની મુલાકાત કરી રહ્યા છે. ગુજરાતમાં તમામ વર્ગ અને તમામ વિષયો પર આમ આદમી પાર્ટીનુ વિઝન ગેરંટી કાર્ડના માધ્યમથી કરી રહ્યા છે. ગુજરાતનો એક એક વ્યક્તિ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને પ્રેમ કરવા લાગ્યો છે.
ગુજરાતમા આમ આદમી પાર્ટીનો જે રીતે ગ્રાફ વધતો જાય છે એ જોતા એમ ભાજપમાં બોખલાટ નજર આવે છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાના મિશન પર પોતાની વઝન પર નિયમિત રીતે પુરી સ્ટ્રેટેજીથી આગળ વધી રહી છે. પાછલા દિવસોમાં અનેક અરવિંદ કેજરીવાલએ આપનુ મિશન અને ગેરંટી કાર્ડની જાહેરાત કરી છે.
આ ગેરંટી ગુજરાતનો લોકોને ખુબ પસંદ આવી. ગુજરાતના બહોળી સંખ્યામાં લોકોએ ગેરંટી રજીસ્ટ્રેશનમાં ભાગ લઈને પોતાનો ઉત્સાહ નોંધાવ્યો છે. લાખોની સંખ્યામાં લોકોએ ગેરંટી કાર્ડમાં નામ નોંધાવ્યુ છે. 300 યુનિટ ફ્રિ વિજળી સહીતની આમ આદમીની ગેરંટીથી મહિલાઓમાં ખુબ ઉત્સાહ છે. ગેરંટી રજીસ્ટ્રેશનમાં મહિલાઓએ સૌથી વધુ નામ નોંધાવ્યુ છે.
ગુજરાતના લોકોને સારી એક ગેરંટી આપવા માટે , ગુજરાતને લઈને આપનુ વિઝન રજુ કરવા માટે અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન આવતી કાલે ગુજરાતની મુલાકાતે. આવતીકાલે અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે. ગુજરાતના આઉટ સોર્સ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સંબોધશે. અનેક વિષયો સાથે આંદોલન કરતા યુવાનો પણ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સંબોધિત કરશે. ગુજરાતના ઈતિહાસમાં પહેલી વાર બે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સફાઈ કામદારો સાથે સંવાદ.