શોધખોળ કરો

દેશમાં 43% સ્ટાર્ટઅપ શેર સાથે ગુજરાત બન્યું સ્ટાર્ટ અપ હબ, રાજ્યમાં યોજાશે સ્ટાર્ટ અપ કન્વેન્શન

રાજ્યમાં ર૦૧૬થી અત્યાર સુધીમાં રૂ. ૧૪૦ કરોડની સહાયના સ્ટાર્ટઅપને આપવામાં આવી છે. ૪ હજાર કરતાં વધુ લોકોને જુદા જુદા સ્ટાર્અપ ક્ષેત્રે રોજગાર અવસર મળ્યા છે.

ગાંધીનગરઃ રાજ્યમાં યુવા ઊદ્યોગ સાહસિકો અને કૌશલ્યવાન યુવાશકિતના નવા વિચારો-સંશોધનોને વ્યાપક સ્તરે પ્રેરિત કરવા ‘સ્ટાર્ટ અપ’ને વેગ આપવામાં આવતા દેશના ૪૩ ટકા સ્ટાર્ટઅપ શેર સાથે ગુજરાત દેશનું સ્ટાર્ટ અપ હબ બન્યું છે.  ભારત સરકારના આઇ.ટી ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થા નાસ્કોમના એક અભ્યાસ અહેવાલમાં જણાવ્યા મુજબ ર૦૧૪થી ર૦૧૯ના સમયગાળા દરમિયાન એવરેજ વાર્ષિક ૧ર થી ૧પ ટકાના ધોરણે સ્ટાર્ટ અપમાં વૃદ્ધિ થઇ છે. દેશભરમાં આ સમયગાળા દરમિયાન ૧પ૦ સ્ટાર્ટ અપમાંથી ૪૩ ટકા ફંડેડ સ્ટાર્ટ અપ એકલા ગુજરાતમાં જ કાર્યરત છે. વિશ્વમાં ભારત સ્ટાર્ટઅપ ક્ષેત્રે ૨૦૧૮-૧૯ના વર્ષમાં સૌથી મોટું ત્રીજું રાષ્ટ્ર બન્યું છે તેમાં ગુજરાતે ૪૩ ટકા સ્ટાર્ટઅપ સાથે મહત્વપૂર્ણ પ્રદાન કર્યુ છે.  રાજ્ય સરકારના પ્રોત્સાહક અભિગમના કારણે યુવા સ્ટાર્ટઅપને ફાયનાન્સિયલ આસીસ્ટન્સ, ઓનલાઇન એપ્લીકેશન, મોનિટરીંગ એન્ડ ટ્રેકિંગ સુવિધા દ્વારા સ્ટાર્ટઅપને ખિલવવા-વિકસવાની પૂર્ણ તક મળતી થઇ છે. ગુજરાતમાં સ્ટાર્ટઅપને વેગવાન બનાવવા દેશભરમાં પહેલરૂપ સ્ટાર્ટ અપ પોલિસી પણ અમલમાં છે. દેશમાં ર૦૧૪થી ર૦૧૯ વચ્ચે નવ હજારથી વધુ સ્ટાર્ટ અપની સ્થાપના થઇ છે. તેમાં પણ ગુજરાત ૧પ૦૦ કરતાં વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટ અપ અને રરર ફંડેડ સ્ટાર્ટઅપનું સંખ્યાબળ ધરાવતું રાજ્ય છે. ગુજરાતને યુવા સ્ટાર્ટઅપના નવોન્મેષી વિચારો પ્રયોગોથી દેશમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે પણ લીડ લેનારૂં રાજ્ય બનાવવા મુખ્યમંત્રી સંકલ્પબદ્ધ છે. આ હેતુસર તેમણે સમગ્ર સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમને અનેક પ્રોત્સાહનો આપ્યા છે.  જે મુજબ ઇનોવેટીવ પ્રક્રિયા માટે રો-મટિરિયલ-સંશાધનો વગેરે માટે રૂ. ૧૦ લાખ સુધીની સહાય આપવામાં આવે છે. ઉપરાંત ઇન્કયુબેટર્સને પ૦ ટકા સુધીની મૂડીસહાય, વાર્ષિક પાંચ લાખ સુધીની માર્ગદર્શન સહાય તેમજ પાવર ટેરિફ અને ઇલેકટ્રીસિટી ડયૂટીમાં રાહત આપવામાં આવે છે. રાજ્ય સરકારના આ પ્રેરક અભિગમને પરિણામે સ્ટાર્અપ કલ્ચરને વેગ મળ્યો છે અને ઇન્કયુબેટર્સની સક્રિયતા, સ્થાનિક યુનિવર્સિટીઓ, ઉચ્ચશિક્ષણ સંસ્થાઓમાં સ્ટાર્ટઅપ માટે તેમના વિચારોને સંશોધનોને વાસ્તવિક સ્વરૂપ આપવાની તક પણ વિકસી છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાતની આ સંપૂર્ણ ઇકો સિસ્ટમની મહત્તા અને પોટેન્શીયલ જોતાં ભારત સહિતના બિમસ્ટેક  દેશો બાંગ્લાદેશ, ભૂતાન, મ્યાનમાર, શ્રીલંકા, થાઇલેન્ડ, નેપાળનું આગામી સ્ટાર્ટઅપ કન્વેન્શન પણ ગુજરાતમાં યોજવાનું આયોજન થઇ રહ્યું છે. રાજ્યમાં ર૦૧૬થી અત્યાર સુધીમાં રૂ. ૧૪૦ કરોડની સહાયના સ્ટાર્ટઅપને આપવામાં આવી છે. ૪ હજાર કરતાં વધુ લોકોને જુદા જુદા સ્ટાર્અપ ક્ષેત્રે રોજગાર અવસર મળ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget