શોધખોળ કરો

ગુજરાત સરકારે ડ્રાઈવિંગ લાયસંસ અંગે લીધો બહુ મોટો નિર્ણય, જાણો સામાન્ય લોકોને થશે કેટલી મોટી રાહત ?

આ પહેલાં કોઈ અરજદાર પાસે ટૂ-વ્હીલરનું લાઈસન્સ હોય અને તેને ફોર વ્હીલરનું લાઈસન્સ કઢાવવું હોય તો, તેના માટે પણ આરટીઓ કચેરીમાં જઈ કાચું લાઈસન્સ મેળવવું પડતું હતું.

અમદાવાદઃ ગુજરાત સરકારે ડ્રાઈવિંગ લાયસંસ અંગે બહુ મોટો નિર્ણય લીધો છે. અત્યાર સુધી એવો નિયમ હતો કે, કાચા ડ્રાઈવિંગ લાઈસન્સની 6 માસની મુદ્દત પૂર્ણ થઈ જાય તો રિન્યૂ કરાવવા માટે અરજદારોએ આરટીઓ કચેરી (RTO)માં રૂબરૂ જવું પડતું હતું.  રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ સિસ્ટમને ઓનલાઈન કરી દેવામાં આવી છે. આ ફેરફારના કારણે અરજદાર પોતે ઘરેબેઠા કાચું લાઈસન્સ હવે રિન્યૂ કરી શકશે. આ નિર્ણયના કારણે  અરજદારોને આરટીઓ કચેરીના ધક્કામાંથી મુક્તિ મળશે. વાહન વ્યવહાર દ્વારા કરાયેલી વ્યવસ્થા પ્રમાણે parivahan.gov.in નામની વેબસાઈટ પરથી ઓનલાઈન કાચું લાઈસન્સ રિન્યૂ કરી શકશે. અરજદાર ઘરે બેઠા લાઈસંસ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકશે. આ પહેલાં કોઈ અરજદાર પાસે ટૂ-વ્હીલરનું લાઈસન્સ હોય અને તેને ફોર વ્હીલરનું લાઈસન્સ કઢાવવું હોય તો, તેના માટે પણ આરટીઓ કચેરીમાં જઈ કાચું લાઈસન્સ મેળવવું પડતું હતું.  હવેથી અન્ય કેટેગરીનું લાઈસન્સ મેળવવા માટે અરજદારે આરટીઓ કચેરીમાં જવું નહીં પડે. તેના માટે અરજદાર ઓનલાઈન જ ફી ભરી શકશે અએને એ રીતે નવી કેટેગરીનો જાતે જ ઉમેરો થઈ જશે. નવી સિસ્ટમ પ્રમાણે વેરિફિકેશન અને એપ્રૂવલ થયા બાદ અરજદારે નિયત તારીખે માત્ર ડ્રાઈવિંગ ટેસ્ટ માટે જ હાજર રહેવાનું થશે. આ ઉપરાંત ભયજનક માલનાં વહન કરવા માટે એન્ડોર્સમેન્ટ માટે અરજદારે આરટીઓ કચેરીમાં જવું પડતું હતું. હવેથી જે મેન્યુઅલ સ્ટેમ્પિંગ કરાવવું પડતું તેમાંથી મુક્તિ અપાઈ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?

Amreli: રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજ પર પડ્યું ગાબડું, 2 મહિના પહેલા જ શરૂ થયો હતો

Gujarat Agriculture News:  ખેતી કાર્યો દરમિયાન રાજ્યના ખેડૂતોએ હીટવેવ  સામે રક્ષણ મેળવવા આટલી સાવચેતી રાખવી, એડવાઇઝરી થઈ જાહેર
ખેતી કાર્યો દરમિયાન રાજ્યના ખેડૂતોએ હીટવેવ સામે રક્ષણ મેળવવા આટલી સાવચેતી રાખવી, એડવાઇઝરી થઈ જાહેર
Excise Policy Case: અરવિંદ કેજરીવાલને ઝટકો, હવે 7 મે સુધી તિહાડ જેલમાં રહેશે દિલ્હીના CM

for smartphones
and tablets

વિડિઓઝ

Surat News । સુરત SOGએ ઝડપી પાડયો નશાકારક ગોળીનો જથ્થોMalaysia । મલેશિયામાં બે સૈન્ય હેલીકોપ્ટર અથડાયા, દુર્ઘટનામાં 10 લોકોના નિપજ્યા મોતSurat News । સુરત રેલવે સ્ટેશન પર બની મારામારીની ઘટના, જુઓ શું છે સમગ્ર મામલોSalman Khan News । અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગ કેસમાં તપાસ થઇ તેજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Amreli: રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજ પર પડ્યું ગાબડું, 2 મહિના પહેલા જ શરૂ થયો હતો
Amreli: રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજ પર પડ્યું ગાબડું, 2 મહિના પહેલા જ શરૂ થયો હતો
Gujarat Agriculture News:  ખેતી કાર્યો દરમિયાન રાજ્યના ખેડૂતોએ હીટવેવ  સામે રક્ષણ મેળવવા આટલી સાવચેતી રાખવી, એડવાઇઝરી થઈ જાહેર
ખેતી કાર્યો દરમિયાન રાજ્યના ખેડૂતોએ હીટવેવ સામે રક્ષણ મેળવવા આટલી સાવચેતી રાખવી, એડવાઇઝરી થઈ જાહેર
Excise Policy Case: અરવિંદ કેજરીવાલને ઝટકો, હવે 7 મે સુધી તિહાડ જેલમાં રહેશે દિલ્હીના CM
Excise Policy Case: અરવિંદ કેજરીવાલને ઝટકો, હવે 7 મે સુધી તિહાડ જેલમાં રહેશે દિલ્હીના CM
DGCA ની નવી ગાઇડલાઇન- હવે 12 વર્ષ સુધીના બાળકની હવાઇ મુસાફરીને લઇને બદલાયો આ નિયમ

એસ. જયશંકરનું મોટું નિવેદન, અગાઉની સરકારોની વિદેશ નીતિમાં પણ મુસ્લિમ તુષ્ટિકરણની ઝલક દેખાતી હતી

Lok Sabha Election 2024 Live: પરષોતમ રૂપાલાએ ફરી કરી અપીલ, મોદીનો હાથ મજબૂત કરવા ભાજપને મત આપવા કહ્યું....

Surat:‘જનતાનો ગદ્દાર’: સુરતમાં નિલેશ કુંભાણીના ઘરે પહોંચી કોગ્રેસના કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન

Embed widget