શોધખોળ કરો

ગુજરાતમાં ધો.12ના વિદ્યાર્થીઓનું પરિણામ કઈ રીતે થશે તૈયાર, સરકારે જાહેર કરી ફોર્મ્યુલા

ગુજરાત શિક્ષણ બોર્ડે ધો.12નું પરિણામ તૈયાર કરવા માટે તમામ સ્કૂલાને આચાર્યની અધ્યક્ષતામાં કમિટી રચવા આદેશ કર્યો છે.આ કમિટીમાં વિષય શિક્ષકોને રાખવાના રહેશે.અને નિયમિત વિદ્યાર્થીઓનુ પરિણામ તૈયાર કરતા સમયે તમામ આધારો પર આ સમિતિના સભ્યોની સહી કરવાની રહેશે તેમજ શાળા પરિણામ સમિતિ આ પરિણામ માટે જવાબદાર ગણાશે

અમદાવાદ : કોરોનાના કહેરને લઈ સીબીએસઈ સહિત મોટાભાગના રાજ્યોએ બોર્ડની પરીક્ષા રદ્દ કરી નાંખી છે. ગુજરાત સરકારે પણ સરકારે કોરોનાને લીધે ધો.10 અને 12ની પરીક્ષાઓ તો રદ કરી નાખી છે પરંતુ ધો.10માં જે રીતે માસ પ્રમોશનની જાહેરાત કરાઈ હતી તે રીતે ધો.12 માટે કરાઈ નથી. સરકારે શિફતપૂર્વક ધો.12 માટે માત્ર પરીક્ષા રદની જાહેરાત કરી છે અને શનિવારે જાહેર કરાયેલા વિગતવાર નિયમોમાં પણ માસ પ્રમોશનનો ઉલ્લેખ કર્યો નથી. ધો.12મા વિદ્યાર્થીએ પાસ થવા વિદ્યાર્થીએ ધો.10,11 અને 12 એમ ત્રણેય વર્ષના મળીને સંયુક્ત રીતે વિષયદીઠ 33 ગુણ લાવવાના રહેશે.

આંકડાની માયાજાળ

સરકારે વિદ્યાર્થીઓને અન્યાય ન થાય અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી સીધા જ ધો.12માંથી નીકળી જાય તે માટે આંકડાની માયજાળ રમતા ધો.10માં 50 ટકા ગુણભાર રાખ્યો છે પરંતુ ધો.12 માટે ધો.10ના વિષયદીઠ 71.43 ટકા ગુણ લેવાનું નક્કી કર્યુ છે.જેથી ધો.10માં જે વિદ્યાર્થીઓ નબળા રહયા હશે અને બોર્ડ પરીક્ષામાં  50 માર્કસ લાવ્યા હશે કે ઓવરઓલ 55થી60 ટકા હશે તે વિદ્યાર્થી ધો.11-12 વગર સીધો જ પાસ થઈ જશે.

વિષયદીઠ જુથ ફોર્મ્યુલા

ધો.12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની સરકારે પરીક્ષા રદ કર્યા બાદ  પરિણામ નક્કી કરવા માટે તૈયાર કરાયેલી વિષયદીઠ જુથ મુજબની ફોર્મ્યુલા જાહેર કરી છે.જેમાં ધો.12 સાયન્સ માટે અને ધો.12 સામાન્ય પ્રવાહ તથા વ્યવસાયલક્ષીપ્રવાહ માટે ધો.10ના કયા કયા વિષયો ગણવાના રહેશે તેનું કોષ્ટ તૈયાર કરી જાહેર કરવામા આવ્યુ છે.  જે મુજબ ધો.12 સાયન્સના બાયોલોજી, કેમિસ્ટ્રી, મેથ્સ અને ફિઝિક્સ એમ ચારેય મુખ્ય વિષયોનું પરિણામ ધો.10ના ગણિત-વિજ્ઞાાનથી તૈયાર થશે. જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહ માટે ધો.10ના અંગ્રેજી, ગણિત, વિજ્ઞાાન અને અગ્રેજી એમ મુખ્ય ચાર વિષયોથી  પરિણામ તૈયાર થશે.

એકંદરે ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓને મેરિટથી સારી કોલેજમાં સારી બ્રાંચમાં પ્રવેશ માટે મોટું નુકશાન થશે. ધો.12 માટે સરકારે માસ પ્રમોશનની જાહેરાત કરી નથી પરતુ બહુ જ હોંશિયારી પૂર્વક ગણતરી કરીને ફોર્મ્યુલા બનાવતા પાછલા બારણે સીધા જ વિદ્યાર્થીઓને ધો.12માં પાસ કરી દેવામા આવશે. જે મુજબ ધો.10ના 50 ગુણભાર નક્કી કરાયા છે પરંતુ બોર્ડ પરીક્ષાના 70 માર્કસમાંથી મેળવેલ ગુણના 71.43 ટકા નક્કી કરાતા જે વિદ્યાર્થીને ધો.10મા ઈન્ટરલના 30 માર્કસ બાદ કરતા બોર્ડના 70માંથી 50 માર્કસ હશે તેને સીધા 35થી વધુ માર્કસ મળી જશે અને જે સીધો જ ધો.11-12ની પરીક્ષાના માર્કસ વગર જ ધો.12મા પાસ થઈ જશે.

ધો.12ના પરિણામ માટે પણ સ્કૂલે સમિતિ રચવાની રહેશે

ગુજરાત શિક્ષણ બોર્ડે ધો.12નું પરિણામ તૈયાર કરવા માટે તમામ સ્કૂલાને આચાર્યની અધ્યક્ષતામાં કમિટી રચવા આદેશ કર્યો છે.આ કમિટીમાં વિષય શિક્ષકોને રાખવાના રહેશે.અને નિયમિત વિદ્યાર્થીઓનુ પરિણામ તૈયાર કરતા સમયે તમામ આધારો પર આ સમિતિના સભ્યોની સહી કરવાની રહેશે તેમજ શાળા પરિણામ સમિતિ આ પરિણામ માટે જવાબદાર ગણાશે

ધો.12 સાયન્સના વિષય જૂથના નિયમો

  • જુથ 1: ધો.12ના અંગ્રેજી પ્રથમ અને દ્રિતિય ભાષાના વિષયો સામે ધો.10ના અંગ્રેજી પ્રથમ-દ્રિતિય ભાષા વિષયોના ગુણ ગણાશે
  • જુથ 2:  દ્રિતિય ભાષા અને કોમ્પ્યુટર વિષય માટે ધો.10ના દ્રિતિય ભાષા અથવા તૃતિય ભાષાના વિષયોમા મેળવેલ ગુણ ગણાશે
  • જુથ 3: એ ગ્રુપ માટે ધો.12ના મેથ્સ સામે ધો.10ના મેથ્સના ગુણ અને બી ગુ્રપ માટે બાયોલોજીના ગુણ સામે ધો.10ના વિજ્ઞાાનના ગુણ ગણાશે. કેમિસ્ટ્રી અને ફિઝિક્સ માટે ધો.10ના ગણિત- વિજ્ઞાાનના કુલ ગુણના સરેરાશ કરી બંનેના ગુણ ગણવાના રહેશે.

ધો.12 સામાન્ય અને વ્યવસાયલક્ષી પ્રવાહના વિષય જૂથના નિયમો

  • જુથ1 : ધો.12ના અંગ્રેજી પ્રથમ અને દ્રિતિય ભાષા સામે ધો.10ના અંગ્રેજી પ્રથમ અને દ્રિતિય ભાષાના ગુણ ગણાશે
  • જુથ 2 : પસંદ કરેલ કોઈ એક ભાષાના ગુણ માટે ધો.10માં દ્રિતિય અથવા તૃતિય ભાષામાં મેળવેલ ગુણને સા.પ્ર અને વ્ય.પ્ર. માટે જુથ 2ના ગુણ ગણવાના રહેશે
  • જુથ 3: આ જુથમાં પસંદ કરેલ બે વિષયના ગુણ માટે ધો.10ના સામાજિક વિજ્ઞાાનના ગુણ અને ત્રીજી ભાષામાંથી મેળવેલ ગુણને સરેરાશ કરતા જે ગુણ આવે તે આ જુથના બે વિષયના ગુણ ગણાશે
  • જુથ  4:  આ જુથમાં પસંદ કરેલા ત્રણ વિષયોના ગુણ સામે ધો.10માં સામાજિક વિજ્ઞાાન, વિજ્ઞાાન અને પ્રથમ ભાષાના વિષયમાં મેળવેલ ગુણના સરેરાશમાંથી જે ગુણ આવે તે પસંદ કરેલા ત્રણ વિષયના ગુણ ગણવાના રહેશે

બોર્ડે જાહેર કરેલી સૂચના-નિયમો

  • ધો.12ના પરિણામ તૈયાર કરવાની અને તેના રેકર્ડની જવાબદારી શાળા આચાર્યની રહેશે.
  • સ્કૂલે તૈયાર કરેલ પરિણામનો રેકોર્ડ અને લીધેલ આધારોને રેકોર્ડ પાંચ વર્ષ સુધી રાખવાનો રહેશે
  • દરેક સ્કૂલે પરિણામના આધાર માટે લીધેલ ડોક્યુમેન્ટ કે આધાર પર સ્કૂલ રિઝલ્ટ સમિતિના સભ્યોની સહી લેવાની રહેશે.
  • બોર્ડ કે ડીઈઓને સ્કૂલે તમામ રેકોર્ડ-ડોક્યુમેન્ટ ત્યારે વેરિફિકેશન માટે આપવના રહેશે
  • દરેક સ્કૂલે પરિણામના આધારોની પ્રમાણિત  નકલ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં રજૂ કરવાની રહેશે
  • બોર્ડ દ્વારા દરેક ડીઈઓ પાસે  સ્કૂલે ઉપયોગમાં લીધેલા પરિણામના રેકોર્ડ-દસ્તાવેજોની ખરાઈ કરાવવામા આવશે.
  • બોર્ડની સૂચના મુજબ પરિણામ તૈયાર ન કરનારી સ્કૂલ સામે માન્યતા રદ કે દંડ સહિતના પગલા લેવાશે
  • પુરક પરીક્ષા નહી લેવાય અને ગુણ ચકાસણી નહી થાય
  • ધો.12ના ગુજરાત બોર્ડના વિદ્યાર્થી માટે ધો.10ના 70માથી ગુણ ગણાશે અને રાજ્ય બહારના કે વિદેશના વિદ્યાર્થી માટે 100માંથી ગુણ ગણવાના રહેશે .

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
Embed widget