શોધખોળ કરો

રૂપાણી સરકારે શિક્ષકોને આર્થિક ફાયદો થાય તેવો લીધો મોટો નિર્ણય, ક્યા શિક્ષકોને થશે મહત્તમ લાભ ?

છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક શિક્ષક સંઘ અને અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળ દ્વારા લડત ચલાવી સરકારને આ મુદ્દે રજૂઆતો કરવામા આવી હતી. સરકારે આ અંગે ખાતરી આપી હતી પણ કોઈ નિર્ણય વહોતો લીધો. હવે શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણના અને બઢતીના લાભો મળશે એવો ઠરાવ કરાયો છે.

અમદાવાદઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારે મોટો નિર્ણય લઈને  પ્રાથમિક સ્કૂલોના મુખ્ય શિક્ષક સહિત તમામ પ્રાથમિક શિક્ષકોને 9 વર્ષ પછીનું પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 4200 રૂપિયા અપાશે. આ પહેલાં મુખ્ય શિક્ષકને શૈક્ષણિક સંવર્ગમાં ગણવા બાબતે સરકારે ઠરાવ કર્યો હતો. એ પછી હવે ઉચ્ચતર પગાર ધોરણ સાથે બઢતી નિયમો પણ સરકારે જાહેર કર્યા છે તેથી શિક્ષકોમાં આનંદની લાગણી છે.

મુખ્ય શિક્ષકને નાણા વિભાગે નક્કી કરેલ અનુસૂચિ મુજબનું દ્રિતિય રૂપિયા 4400 અને તૃતિય રૂપિયા 4600નું  ઉચ્ચતર પગાર ધોરણ નોકરીના વિવિધ વર્ષના તબક્કે મળશે. છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક શિક્ષક સંઘ અને અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળ દ્વારા લડત ચલાવી સરકારને આ મુદ્દે રજૂઆતો કરવામા આવી હતી. સરકારે આ અંગે ખાતરી આપી હતી પણ કોઈ નિર્ણય વહોતો લીધો. હવે શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણના અને બઢતીના લાભો મળશે એવો ઠરાવ કરાયો છે.

આ પહેલાં પ્રાથમિક શિક્ષકોને મદદનીશ કેળવણી નિરીક્ષક તથા મુખ્ય શિક્ષક એમ બે જગ્યાઓ પર બઢતી મળતી રણ  તેઓના ઉચ્ચતર પગાર ધોરણ બાબતે  વિસંગતતા ઉભી થઈ હતી. આ નિયમની જોગવાઈ મુજબ મદદનીશ કેળવણી નિરીક્ષકની કેડર તરીકે પ્રાથમિક શિક્ષકોના બદલે મુખ્ય શિક્ષક સંવર્ગનો સમાવેશ કરવામા આવ્યો હતો પણ  સીધી બઢતીની કોઈ જગ્યા રહેતી નહોતી. આ ઉપરાંત મુખ્ય શિક્ષકની બઢતી પ્રાથમિક શિક્ષકો માટે સ્વૈચ્છિક હોઈ તેઓના ઉચ્ચતર પગાર ધોરણ બાબતે વિસંગતતા ઉભી થઈ હતી. આ વિસંગતતાઓ દૂર કરવા શિક્ષણ વિભાગે તાજેતરમાં ઠરાવ કરીને મુખ્ય શિક્ષકને શૈક્ષણિક સંવર્ગ વર્ગ-3માં ગણવા મંજૂરી આપી છે.

હવે આ વિવિધ જાહેરનામા અને ઠરાવો સાથે એક સમાનતા જળવાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા બઢતીના નિયમો પણ જાહેર કરી દેવાયા છે અને સાથે 2010માં ભરતી થયેલા શિક્ષકોને 9 વર્ષની નોકરી બાદ હવે પ્રથમ ઉચ્ચતર પગારધોરણ 4200 ગ્રેડ પે પણ આપવા વિધિવત ઠરાવ થઈ ગયો છે.  પ્રાથમિક શિક્ષકોને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મુખ્ય શિક્ષકનું પગાર ધોરણ મળશે. જે મુખ્ય શિક્ષક બઢતી મેળવવા માંગે તેમણે સંબધિત પરીક્ષા પાસ કરવાની રહેશે.

શિક્ષણ 2014માં વિભાગે મુખ્ય શિક્ષકની જગ્યા ઉપર બઢતી મેળવવી સ્વૈસ્છિક હોઈ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મળવાપાત્ર થાય તેમ ઠરાવ્યુ હતું. ત્યારબાદ મુખ્ય શિક્ષકના ભરતી નિયમો  2016 માં જાહેર કરવામા આવ્યા અને શિક્ષણ વિભાગ દ્વારા મદદનીશ કેળવણી નીરિક્ષકના ભરતી નિયમો 2019માં જાહેર કરવામા આવ્યા.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે વરસાદ  
Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે વરસાદ  
Embed widget