શોધખોળ કરો

MGNREGA Scam: મંત્રી બચુ ખાબડના કૌભાંડીયા દીકરાઓને મળ્યા જામીન, કોર્ટે સ્ટે ફગાવી જામીન માન્ય રાખ્યા

MGNREGA Scam: બચુ ખાબડ મામલે ભ્રષ્ટાચાર સામે ભૂપેન્દ્ર પટેલ સરકારની ઝીરો ટૉલરન્સની નીતિ સ્પષ્ટ દેખાઇ રહી છે

MGNREGA Scam: દાહોદના સૌથી સૌથી વધુ ચર્ચિત 71 કરોડના મનરેગા કૌભાંડ મામલે મોટુ અપડેટ સામે આવ્યુ છે, મંત્રી બચુ ખાબડના બન્ને દીકરાઓને મનરેગા કૌભાંડમાં જામીન મળી ગયા છે, ગઇકાલે બળવંત ખાબડ અને કિરણ ખાબડને જામીન મળ્યા બાદ નાટકીય વળાંક આવ્યો અને ફરીથી જામીન પર સ્ટે આવ્યો હતો, પોલીસે રિવિઝન અરજી કરતા સ્ટે આપવામાં આવ્યો હતો, જેને આજે ફરીથી થયેલી સુનાવણીમાં જામીનને માન્ય રાખવામાં આવ્યા હતો. 

રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના દીકરાઓને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. બચુ ખાબડના કૌભાંડીયા બન્ને દીકરા બળવંત ખાબડ અને કિરણ ખાબડને જામીન મળી ગયા છે, કોર્ટે આજે સુનાવણી દરમિયાન બન્નેના જામીન માન્યા રાખ્યા છે. મહત્વનું છે કે ગઇકાલે મનરેગા કૌભાંડના આરોપી બચુ ખાબડના બન્ને દીકરા બળવંત ખાબડ અને કિરણ ખાબડને 50 હજારના બૉન્ડ પર દાહોદની ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. જોકે, પોલીસે વાંધો ઉઠાવતા જામીન પર સ્ટેની માંગ કરી હતી, અને બાદમાં કોર્ટે તાત્કાલિક જામીન પર સ્ટે આપ્યા હતા. આ કેસ અંગે આગળની સુનાવણી આજે ફરીથી હાથ ધરાઇ હતી, જેમાં કોર્ટે જામીનને માન્યા રાખ્યા હતા. 

મંત્રી બાચુ ખાબડ ગાયબ ? કેબિનેટ બેઠક કે સચિવાલયમાં ગેરહાજરીથી પત્તુ કપાવવાની ચર્ચાએ જોર પકડ્યું
બચુ ખાબડ મામલે ભ્રષ્ટાચાર સામે ભૂપેન્દ્ર પટેલ સરકારની ઝીરો ટૉલરન્સની નીતિ સ્પષ્ટ દેખાઇ રહી છે, રાજ્ય સરકારના મંત્રી મંડળમાંથી બચુ ખાબડનું પત્તુ કપાય તેવા સંકેત મળી રહ્યાં છે. સુત્રો અનુસાર, સતત બીજા સપ્તાહે કેબિનેટ બેઠકમાં બચુ ખાબડની ગેરહાજરી છે, એટલુ જ નહીં છેલ્લા બે સપ્તાહથી સચિવાલયમાં પણ બચુ ખાબડ નથી આવી રહ્યાં. મનરેગા કૌભાંડમાં બન્ને દીકરાઓની ધરપકડ બાદથી બચુ ખાબડ સરકારથી દૂર છે, ભ્રષ્ટાચારના દાગ લાગે તેવા નેતાઓને દૂર રાખવાની સરકારની નીતિ અને રણનીતિ બન્ને આ મામલે દેખાઇ રહી છે. સુત્રો અનુસાર, ભ્રષ્ટાચારનો દાગ દૂર ના થાય ત્યાં સુધી અંતર જાળવવાની સૂચના અપાઇ છે. ભ્રષ્ટ અધિકારીઓની જેમ જ હવે દાગદાર નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. દાહોદમાં પીએમ મોદીના કાર્યક્રમમાં પણ બચુ ખાબડની ઉપસ્થિતિ જોવા મળી ન હતી. 

શું હતો સમગ્ર કેસ  ?
દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં રૂપિયા 71 કરોડની કથિત ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે પોલીસે ચાર વ્યક્તિની ધરપકડ કરી હતી. પરંતુ જેમ જેમ આ કેસની તપાસ આગળ વધી રહી છે તેમ તેમ મોટા માથાઓની સંડોવણી સામે આવી. આ કેસમાં મંત્રી બચુ ખાબડના બંને દિકરા બળવંત ખાબડ અને કિરણ ખાબડની પોલીસે ધરપકડ કરી છે. 

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાના માત્ર ત્રણ ગામોમાં મનરેગા યોજનાનું મોટુ કૌભાંડ સામે આવ્યુ છે. જેમાં વર્ષ 2021થી 2024 સુધી મનરેગા યોજનામાં એલ 1 તરીકે અધિકૃત ન હોય તેવી એજન્સીઓને છેલ્લા ત્રણ વર્ષમાં અધધ 70 કરોડ રૂપિયાનું ચૂકવણું કરી દેવામાં આવ્યુ હોવાનો ઘટસ્ફોટ થયો છે. સરકારી અધિકારી, કરાર આધારિત કર્મચારીઓ અને એજન્સીઓની મિલિભગતથી આ કૌભાંડ આચરાયુ હતુ. ત્યારે આ મામલે દાહોદના ડીઆરડીએ નિયામકે પોલીસ ફરિયાદ નોંધાવતાં દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો.

દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એ પટેલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, જિલ્લા પંચાયત તરફથી મનરેગાના કામોમાં તપાસના આદેશ મળતાં દેવગઢ બારિયા તાલુકાના કૂવા, રેઢાણા અને ધાનપુર તાલુકાના સીમામોઇ ગામે તપાસ કરવામાં આવી હતી. ત્યારે આ તપાસ દરમિયાન સ્થળ તપાસણીમાં કેટલાંક કામો અપૂર્ણ જોવા મળ્યા હતાં. દેવગઢ બારિયા તાલુકાના બે ગામોમાં કરાયેલા કામોમાં 28 એન્જન્સીને 60,90,17331 રૂપિયા જ્યારે ધાનપુર તાલુાકામાં કરાયેલ કામોમાં 7 અનધિકૃત એજન્સીને 10,10,02,818 રૂપિયા વર્ષ 2021થી 24 દરમિયાન ખોટી રીતે ચૂકવ્યાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને આ મામલામાં ચાર કર્મચારની ઘરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ કૌભાંડમા દેવગઢ બારીયાના મનરેગાના એકાઉન્ટન્ટ જયવીર નાગોરી અને મહિપાલસિંહ ચૌહાણ અને ગ્રામ રોજગાર સેવક ફુલસિંહ બારીઆ અને મંગળસિંહ પટેલીયાની ધરપકડ કરી છે.

પોતાના બે પુત્રોની ધરપકડ બાદ રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડે પ્રથમ વખત પોતાનું નિવેદન આપ્યું હતુ, કૉંગ્રેસ બદનામ કરવાનો પ્રયાસ કરતી હોવાનો મંત્રી બચુ ખાબડે દાવો કર્યો છે. મંત્રી બચુ ખાબડે કહ્યું કે,  કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો ન હોવાથી ખોટા આરોપો લગાવે છે.  બંને પુત્રો નિર્દોષ હોવાનો બચુ ખાબડનો દાવો. મારા પુત્રોની માત્ર સપ્લાય એજન્સી છે. મારા બંને પુત્રો તપાસમાં સહકાર આપશે. લેબર કામ માટે અમારી એજન્સીને કોઈ ઓર્ડર અપાયો નથી. કૉંગ્રેસ દર વર્ષે મારા સામે આવા આરોપો લગાવે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર

વિડિઓઝ

Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ
Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Embed widget