શોધખોળ કરો

Vipul Chaudharyના CA શૈલેષ પરીખને હાઈકોર્ટ આપ્યા જામીન, જાણો વિપુલ ચૌધરીને ક્યારે મળશે જામીન...

મહેસાણા: દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી સામે 320 કરોડની ગેરરીતિના કેસમાં જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી છે.

Vipul Chaudhary Bail application:  મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી સામે 320 કરોડની ગેરરીતિના કેસમાં જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat Highcourt) જામીન અરજી કરવામાં આવી છે. વિપુલ ચૌધરીની સાથે તેમના CA શૈલેષ પરીખ સામે પણ ગુન્હો નોંધાયો હતો. હાલ જેલમા બંધ શૈલેષ પરીખને મોટી રાહત આપતાં હાઈકોર્ટે શૈલેષ પરીખની જામીન અરજી મંજુર કરી છે.

વિપુલ ચૌધરીને ક્યારે જામીન મળશે?

વિપુલ ચૌધરીની સાથે તેમના સીએ શૈલેષ પરીખ પણ જેલમાં બંધ છે. જો કે, નિયમિત જામીન મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. આ અરજી અંગે આજે હાઈકોર્ટે સુનાવણી કરતાં સીએ શૈલેષ પરીખની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે મંજુર કરી છે. 

બીજી તરફ, વિપુલ ચૌધરી દ્વારા કરવામાં આવેલી જામીન અરજી અંગે થયેલી સુનાવણીમાં રાજ્ય સરકારે જામીન અરજીનો વિરોધ કર્યો હતો. જો કે, આવતીકાલે શુક્રવારે વિપુલ ચૌધરીની જામીન અરજીમાં વધુ સુનાવણી બાદ હાઇકોર્ટ નિર્ણય કરશે કે વિપુલ ચૌધરીને જામીન આપવા કે નહી. હાલ, સીએ શૈલેષ પરીખના જામીન ગુજરાત હાઈકોર્ટે મંજુર કર્યા છે.

જામીન અરજીમાં વિપુલ ચૌધરીએ શું કહ્યું?

ગુજરાત હાઈકોર્ટમાં વિપુલ ચૌધરીએ કરેલી જામીન અરજીમાં રજૂઆત કરાઈ છે કે, રાજનૈતિક કિન્નાખોરીમાં તેમની ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો છે. આ સાથે વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય દબાણમાં કેસ કરાયો હોવાની પણ કરાઈ ફરિયાદ અરજીમાં કરાઈ છે. વર્ષ 2015માં ચેરમેન પદેથી મુક્ત થયા બાદ સાત વર્ષના વિલંબ બાદ કરાયેલી ફરિયાદ તથ્ય વિહોણી હોવાની પણ રજૂઆત હાઈકોર્ટને કરાઈ છે. નિયમિત જામીન પર મુક્ત કરવામાં આવે તેવી વિપુલ ચૌધરીએ માંગણી કરી છે.

વિપુલ ચૌધરીની અરજીનો સરકારે વિરોધ કર્યોઃ

ગુજરાતમાં હાઈકોર્ટમાં વિપુલ ચૌધરીએ કરેલી આ જામીન અરજીનો રાજ્ય સરકાર તરફથી વિરોધ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે અરજીના જવાબમાં એન્ટીકરપ્શન બ્યુરોને વિપુલ ચૌધરી સામે મળેલા પ્રાથમિક પુરાવાઓ અંગે કોર્ટને જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે, વિપુલ ચૌધરીએ દૂધ સાગર ડેરીના તેમના કાર્યકાળમાં 320 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાના આરોપ સાથે ACBએ વિપુલ ચૌધરી પર કર્યો કેસ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું

Myanmar Earthquake: મ્યાનમારમાં આવ્યો ભયાનક ભૂકંપ, 7.2 ની તીવ્રતાથી ધ્રુજી ધરતી, મચી અફરાતફરી

કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ રાહત, જામનગરમાં નોંધાયેલી FIR રદ્દ, જાણો શું હતો મામલો

AAPના વડા અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલી, દિલ્હી પોલીસે દાખલ કરી FIR, જાણો શું છે કેસ?
AAPના વડા અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલી, દિલ્હી પોલીસે દાખલ કરી FIR, જાણો શું છે કેસ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવAhmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોતBanaskantha Crime: બનાસકાંઠામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા, તપાસનો ધમધમાટ શરૂSurat: જિલ્લામાં ભૂસ્તર વિભાગનો સપાટો, બે કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Myanmar Earthquake: મ્યાનમારમાં આવ્યો ભયાનક ભૂકંપ, 7.2 ની તીવ્રતાથી ધ્રુજી ધરતી, મચી અફરાતફરી
Myanmar Earthquake: મ્યાનમારમાં આવ્યો ભયાનક ભૂકંપ, 7.2 ની તીવ્રતાથી ધ્રુજી ધરતી, મચી અફરાતફરી
કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ રાહત, જામનગરમાં નોંધાયેલી FIR રદ્દ, જાણો શું હતો મામલો
કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ રાહત, જામનગરમાં નોંધાયેલી FIR રદ્દ, જાણો શું હતો મામલો
AAPના વડા અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલી, દિલ્હી પોલીસે દાખલ કરી FIR, જાણો શું છે કેસ?
AAPના વડા અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલી, દિલ્હી પોલીસે દાખલ કરી FIR, જાણો શું છે કેસ?
'મહિલા રેપ કરી શકતી નથી પરંતુ ઉશ્કેરણી કરી શકે છે', મધ્યપ્રદેશ હાઇકોર્ટે વધુમાં શું કહ્યુ?

Kunal Kamra: હું મુંબઈ પાછો ફરીશ તો મારી ધરપકડ થશે, મારો જીવ જોખમમાં છે, મદ્રાસ હાઇકોર્ટના શરણે કુણાલ કામરા

Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS  પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત

ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'

Embed widget