શોધખોળ કરો
Advertisement
ગુજરાતની આ નગરપાલિકામાં કોંગ્રેસના નેતા મેન્ડેટ આપવાનું જ ભૂલી જતાં 24 બેઠકો પર કોંગ્રેસ લડ્યા વિના જ સાફ, જાણો વિગત
શહેરા નગરપાલિકા માટે ચૂંટણીના ફોર્મ ભરાવાની કાર્યવાહી શનિવારે પૂર્ણ થઇ હતી. ભાજપ તરફથી 39 અને અપક્ષનાં 30 મળી 6 વોર્ડની 24 બેઠકો માચે માટે કુલ 69 ફોર્મ ભરાયા હતા.
ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે અને ભાજપ-કોંગ્રેસ આ જંગ જીતવા પૂરી તાકાત લગાવી રહ્યાં છે. બંને પક્ષ જીતવા જાત જાતના દાવપેચ પણ કરી રહ્યાં છે ને તેના કારણે ખાસ કરીને કોંગ્રેસ માટે શરમજનક સ્થિતી સર્જાઈ રહી છે. આવી જ ઘટનામાં પંચમહાલના શહેરાનગર પાલિકાની 24 બેઠકો માટે કોંગ્રેસના એક પણ ઉમેદવારે ફોર્મ ના ભરતાં હવે ભાજપ વિરૂધ્ધ અપક્ષોનો જંગ છે. કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ નાછૂટકે અપક્ષોનો પ્રચાર કરવો પડશે.
શહેરા નગરપાલિકા માટે ચૂંટણીના ફોર્મ ભરાવાની કાર્યવાહી શનિવારે પૂર્ણ થઇ હતી. ભાજપ તરફતી 39 અને અપક્ષનાં 30 મળી 6 વોર્ડની 24 બેઠકો માચે માટે કુલ 69 ફોર્મ ભરાયા હતા. કોંગ્રેસ પક્ષમાંથી કોઈ પણ ઉમેદવારે ફોર્મ નહીં ભરતા આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ લડ્યા વિના જ સાફ થઈ છે.
પંચમહાલની શહેરા નગરપાલિકાની ચૂટણી માટે ઊમેદવારી ફોર્મ ભરાવાના અંતિમ દિવસે ભાજપા અને અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ક્રોંગ્રેસના એક પણ ફોર્મ નહી ભરાતા આશ્ચર્ય સર્જાયું છે. આ મુદ્દે શહેર પ્રમુખ રિઝવાન પઠાણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા મેન્ડેડ નહી આપવામાં આવ્યો હોવાથી અપક્ષ સાથે રહીને કોંગ્રેસ અપક્ષને જીતાડશે. આમ નગરપાલિકામા સીધો મૂકાબલો અપક્ષ અને ભાજપ વચ્ચે જોવા મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion