(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાથી બચવા ગુજરાતના કયા શહેરો, ગામડાઓમાં લગાવાયું સ્વૈચ્છિક લોકડાઉન, જાણો વિગત
ફરી એકવાર રાજ્યમાં લોકડાઉનની માંગ ઉઠી છે. બીજી તરફ અનેક શહેર-ગામો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન આપવામાં આવી રહ્યું છે.
અમદાવાદઃ ગુજરાત(Gujarat)માં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દૈનિક કેસો 6 હજારને પાર થઈ ગયા છે તેમજ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, ત્યારે ફરી એકવાર રાજ્યમાં લોકડાઉન (lockdown)ની માંગ ઉઠી છે. બીજી તરફ અનેક શહેર-ગામો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન આપવામાં આવી રહ્યું છે.
સુરત: (Surat) જિલ્લાના બારડોલીમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. બારડોલી વ્યાપારી એસોસિયેશન તેમજ પોલીસ અને પ્રશાશન મળી નિર્ણય લીધો છે. તારીખ 13 થી 18 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. 5 દિવસ લોકોને ધંધા રોજગાર બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. બારડોલી નગરે સ્વૈચ્છીક લોકડાઉનનું પાલન શરૂ કર્યું છે. બારડોલી નગરની આસપાસના જોડાયેલા તેન , કડોદ , મઢી, સુરલી સહિતના ગામોમાં પણ સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરાયું છે. સુરતના કડોદરા બાદ મહુવા તાલુકામાં પણ 15 થી 18 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહુવા તાલુકાના મહુવા, કરચેલીયા,વલવાળાતેમજ અનાવલ સંપૂર્ણ બંધ રહેશે. આવશ્યક સેવાઓ સિવાય તમામ ધંધા રોજગાર બંધ રહેશે.
દ્વારકાઃ ખંભાળિયા તાલુકાનું બજાણા ગામ આજથી સ્વૈચ્છિક લોકડાઉન પાળશે. ૧૪ એપ્રિલ થી ૨૩ એપ્રિલ સુધી સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી બજારો દુકાનો બંધ રાખશે. બજાણા ગ્રામપંચાયત અને વેપારીઓએ લીધેલા નિર્ણય પ્રમાણે દુકાનો રોજ સવારે ૬ થી૯ અને સાંજે ૬ થી ૯ વાગ્યા સુધી ખૂલી રહેશે.
તાપી: તાપી (Tapi) જિલ્લાનું સોનગઢ (Songadh) પણ આવતી કાલથી સ્વૈચ્છિક બંધ થશે. સોનગઢ આગામી 15 તારીખથી બંધ થશે. સોનગઢ નગર પાલિકા દ્વારા વેપારી મંડળ સાથે ચર્ચા કર્યો બાદ સ્વૈચ્છિક બંધનો નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 15 એપ્રિલ થી 21 એપ્રિલ સુધી સોનગઢમાં લોકડાઉન રહેશે. માત્ર દૂધ અને દવા સહિત આવશ્યક ચીજવસ્તુની દુકાનો ચાલુ રહેશે. જિલ્લાના વ્યારા અને સોનગઢ શહેર આવતીકાલથી એક સપ્તાહ માટે લોકડાઉન થશે. શાકભાજી અને ફ્રુટની દુકાનો સવારે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.
જામજોધપુરઃ જામજોધપુર પંથકમાં વધતા કોરોના કેસોના પગલે સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. 17 થી 20 એપ્રિલ સુધી સંપૂણ લોકડાઉન રહેશે. જેમાં મેડિકલ ઇમરજન્સી સિવાય તમામ વેપાર ધંધા બંધ રહેશે. 21 એપ્રિલ થી સવારના છ વાગ્યાથી બપોરના બે વાગ્યે સુધી દુકાનો ખુલી રખાશે, જેનો અમલ 30 એપ્રિલ સુધી કરવામાં આવશે. નગરપાલિકા ખાતે મળેલી વિવિધ વેપારી એસોસિએશન, સામાજિક આગેવાનો અને રાજકીય નેતાઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભાવનગર: ભાવનગરના(Bhavnagar)ના મહુવા (Mahua)માં પાંચ દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન આપવામાં આવ્યું છે. મહુવામાં બુધવાર રાત્રેથી પાંચ દિવસ સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. મહુવા ચેમ્બર ઓફ કોમર્સ અને મહુવા નગર પાલિકા સંયુક્ત સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત કરવામાં આવેલ છે જે તા 14/4/21 બુધવાર રાત્રેથી સતત પાંચ દિવસ સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરવામાં આવેલ છે, તેમાં આવશ્યક વસ્તુ સિવાય તમામ દુકાનો બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે.
જામનગરઃ જામનગર(Jamnagar)માં કોરોનાના કેસ વધતા વેપારી સંગઠનો દ્વારા સ્વયંભૂ સ્વૈચ્છિક બંધનો નિર્ણય લેવાયો છે. આગામી શુક્રવાર, શનિવાર અને રવિવાર ત્રણ દિવસનુ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વેપાર અને ઉધોગ સાથે સંકળાયેલા સંગઠનો દ્વારા સ્વૈચ્છિક નિર્ણય લેવાયો છે. શહેરીજનોને સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાવા તેમજ સહકારની અપીલ કરી છે. જામનગર ચેમ્બર ઓફ કોમર્સ, જામનગર વેપારી મહામંડળ, જામનગર ફેકટરી ઓનસ એસોસિએશન અને ધી સિડ ઝ એન્ડ ગ્રેઇન મરચન્ટ એસોસિએશનની સંયુક્ત પત્રકાર પરિષદમાં જાહેરાત કરાઈ છે.
જુનાગઢઃ જિલ્લાના શાપુર ગામમાં આશરે 80 જેટલા કોરોના પોઝિટિવ કેસ આવતા ગ્રામ પંચાયત તેમજ વેપારી એસોસિયેશનના સભ્યોએ આજથી અડધા દિવસના સ્વૈચ્છિક લોકડાઉનનો ફેંસલો કર્યો છે. 30 એપ્રિલ સુધી સ્વયંભૂ લોકડાઉન પાળવામાં આવશે. ગામમાં બપોરના બે વાગ્યા સુધી જ બજાર ખુલ્લી રહેશે.
રાજકોટ: મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન રાજકોટમાં પણ કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. રાજકોટમાં કોરોનાના કેસ વધતા કોસ્મેટિક એસોસિએશને મોટો નિર્ણય લીધો છે. કોસ્મેટિક એસોસિએશનના પ્રમુખ સુનિલભાઈ સુરાણીના જણાવ્યા મુજબ સવારના 9થી બોપરના 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રખાશે. તે બાદ લોકડાઉન કરાશે.