શોધખોળ કરો
Advertisement
રાજ્યભરમાં ઈન્ટર્ન તબીબોની હડતાળનો આજે ત્રીજો દિવસ, બી.જે.મેડિકલમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજી વિરોધ
સ્ટાઈપેન્ડ વધરવાની માગ સાથે ઈન્ટર્ન તબીબોની હડતાળનો આજે ત્રીજો દિવસ છે. આરોગ્ય મંત્રી નીતિન પટેલની ચેતવણી બાદ પણ ઈન્ટર્ન તબીબો પોતાની માંગ પર અડગ છે.
અમદાવાદ: સ્ટાઈપેન્ડ વધરવાની માગ સાથે ઈન્ટર્ન તબીબોની હડતાળનો આજે ત્રીજો દિવસ છે. આરોગ્ય મંત્રી નીતિન પટેલની ચેતવણી બાદ પણ ઈન્ટર્ન તબીબો પોતાની માંગ પર અડગ છે. પોતાની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી ઈન્ટર્ન તબીબોની હડતાળ યથાવત રહેશે.
સતત ત્રીજા દિવસે સુરતમાં ઈન્ટર્ન ડોક્ટરોની હડતાળ યથાવત છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતે ઈન્ટર્ન તબીબોના ધરણા કર્યા છે. સ્ટાઈપેન્ડ વધારવા સહિતની માંગ પર ડોક્ટર્સ અડગ છે.
રાજ્યભરમાં ઈન્ટર્ન તબીબોની હડતાળ ત્રીજા દિવસે પણ યથાવત છે. અમદાવાદની બી.જે.મેડિકલમાં તબીબોએ બ્લડ ડોનેશન કેમ્પ યોજી વિરોધ દર્શાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ઇન્ટર્ન ડોક્ટરની હડતાલને આરોગ્ય મંત્રી નીતિન પટેલે અયોગ્ય ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, પ્રજા, સરકાર અને દર્દીઓની મજબૂરીનો ગેરલાભ ઉઠાવવાની પ્રવૃતિ ચલાવવામાં આવશે નહીં. ઇન્ટર્ન ડોક્ટરો હડતાળ બિનશરતી પાછી ખેંચે અને સેવામાં લાગે. કામગીરીની સમીક્ષા કરી સ્ટાઈપેન્ડ વધારા અંગે વિચાર કરાશે. જે વિદ્યાર્થીઓ હડતાલ પાછી નહીં ખેંચે તેની સામે પગલા ભરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement