ગુજરાત કોંગ્રેસમાં નવાજૂનીનાં એંધાણ, 25 ધારાસભ્યોએ રાહુલને પત્ર લખીને કેમ માગ્યો મળવાનો સમય ?
યુપી સહિત પાંચ રાજ્યોમાં કારમી હારના પગલે રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ નેતાગીરી દબાણમાં છે ત્યારે ગુજરાત કોંગ્રેસમાં પણ નવાજૂનીનાં એંધાણ છે
અમદાવાદઃ યુપી સહિત પાંચ રાજ્યોમાં કારમી હારના પગલે રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ નેતાગીરી દબાણમાં છે ત્યારે ગુજરાત કોંગ્રેસમાં પણ નવાજૂનીનાં એંધાણ છે. કોંગ્રેસના 25 જેટલા ધારાસભ્યોએ રાહુલ ગાંધીનો સમય માગ્યો છે. આ ધારાસભ્યોએ રાહુલ ગાંધીને મળીને વાત કરવા માટે પત્ર લખ્યો છે.
આ ધારાસભ્યોએ રાહુલ ગાંધીને મળીને પક્ષ અંગેની વાત કરવા માટે સમય માગ્યો છે. કિરીટ પટેલ, લલિત વસોયા, લલિત કગથરા, સી જે ચાવડા, બળદેવજી ઠાકોર, ચંદંનજી ઠાકોર, રઘુ દેસાઈએ સંયુક્ત પત્ર લખ્યો હોવાનું સ્વીકાર્યું છે.
આ મુદ્દે લલિત કગથરાએ કહ્યું કે, રાહુલ ગાંધી દ્વારકા આવ્યા હતા ત્યારે અમે રાહુલ ગાંધીને રૂબરૂ મળવાના હતા પણ મળી શક્યા નહોતા. તેના કારણે ચર્ચા નહોતી થઈ શકી તેથી 2022ની ચૂંટણીમાં કઈ રીતે કોંગ્રેસમાં રહીને જીતી શકાય તે અંગે ચર્ચા કરવા પત્ર લખ્યો છે. 2017માં પાટીદાર આંદોલનની હવા હતી જેથી કોંગ્રેસને સારી સીટો મળી હતી પણ આ વખતે 2022માં કાંઈ હવા નથી તો કેમ લડવું તે ચર્ચા કરવા પત્ર લખ્યો છે.
કેજરીવાલે દિલ્લીવાસીઓ માટે ફરીવાર એક FREE ની જાહેરાત કરી
દિલ્લીની અરવિંદ કેજરીવાલ સરકાર દિલ્લીની જનતા માટે નવી યોજના તૈયાર કરી રહી છે. આ યોજનામાં દિલ્હીનો આરોગ્ય વિભાગ ખાનગી ડાયગ્નોસ્ટિક લેબ દ્વારા દર્દીઓને 450 પ્રકારના ટેસ્ટ મફતમાં ઉપલબ્ધ કરાવવાની તૈયારી કરી રહ્યું છે.દિલ્લીની સરકારી હોસ્પિટલો ઉપરાંત, દર્દીઓને દવાખાના, મોહલ્લા ક્લિનિક્સ અને પૉલીક્લીનિકમાં સારવાર દરમિયાન તેની સુવિધા મળશે.આ ખાનગી લેબની નિમણૂક માટે આરોગ્ય વિભાગે પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.
હાલમાં દિલ્લીના મોહલ્લા ક્લિનિક્સમાં 212 પ્રકારની તપાસની સુવિધાઓ છે, પરંતુ દવાખાનાઓમાં ટેસ્ટ માટે કોઈ વિશેષ સુવિધાઓ આપવામાં આવી નથી. મોટાભાગના 15 થી 20 પ્રકારના ટેસ્ટ અહીં થાય છે અને બાકીની તપાસ માટે બહાર જઈને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હવે દિલ્હી સરકાર ટૂંક સમયમાં અન્ય તપાસની સુવિધા આપશે.
દિલ્લી સરકારની આ યોજનામાં, કેન્દ્ર સરકારની આરોગ્ય યોજનાની સૂચિમાં સૂચિબદ્ધ 282 પ્રકારના ટેસ્ટ ઉપરાંત, 168 અન્ય ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સુવિધા માટે પહેલા તબીબો દર્દીઓને સ્લીપ આપશે અને પછી આ દર્દીઓ ખાનગી લેબમાં જઈને ટેસ્ટ કરાવશે.