Gujarat Monsoon: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ સહિત તમામ જિલ્લામાં વરસાદ, બોડેલીમાં આભ ફાટ્યું, જાણો કેટલા ઈંચ પડ્યો વરસાદ
Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. અમદાવાદ સહિત તમામ જિલ્લામાં વરસાદ પડ્યો છે. અમદ
Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. અમદાવાદ સહિત તમામ જિલ્લામાં વરસાદ પડ્યો છે. અમદાવાદમાં ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં તમામ જિલ્લામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ છોટાઉદેપુરના બોડેલીમાં 22 ઈચ વરસાદ પડ્યો છે. છોટાઉદેપુરના ક્વાટમાં 17.5 ઈચ, પંચમહાલના જાંબુઘોડામાં 17 ઈચ અને છોટાઉદેપુરના પાવીજેતપુરમાં 16 ઈચ વરસાદ પડ્યો છે.
અમદાવાદમાં જળપ્રલય સર્જાયો હોય તેમ પાલડીમાં 12 ઇંચ, ઉસ્માનપુરાણાં 15 ઇંચ, બોડકદેવમાં 13 ઇંચ, જોધપુરમાં 12 ઇંચ, બોપલમાં 12 ઇંચ, મુક્તમપુરામાં 12 ઇચં, ગોતામાં 8 ઇંચ, ચાંદલોડિયા 7 ઈંચ વરસાદ પડ્યો છે. અમદાવાદમાં સરેરાશ 8 ઈંચ વરસાદ પડ્યો છે.
આ સિવાય ડાંગના સુબુરાં સાડા આઠ ઇંચ, નર્મદાના તિલકવાડામાં સવા પાંચ ઇંચ, પંચમહાલના હાલોલમાં સવા પાંચ ઇંચ, સુરતના ઉમરપાડામાં પાંચ ઇંચ, મોરબીમાં પાંચ ઇંચ, નવસારીના ખેરગામમાં પાંચ ઇંચ, ખેડામાં પાંચ ઇંચ, નર્મદાના ગુરૂડેશ્વર પોણા પાંચ ઇંચ, ખેડા વાસોમાં ચાર ઇંચ, ડભોઈમાં ચાર ઇંચ,
NDRF ની 13 ટીમ અને SDRFની 16 પ્લાટુન તૈનાત
રાજ્યમાં NDRF ની 13 ટીમ અને SDRFની 16 પ્લાટુન હાલ તૈનાત કરવામાં આવી છે. છોટા ઉદેપુરમાં વડોદરાથી SDRF ની 1 પ્લાટુન મદદ માટે રવાના કરવામાં આવી છે.નવસારીમાં NDRFની 2 ટીમ , ગીર સોમનાથ અને સુરતમાં NDRFની 1 - 1 ટીમ, રાજકોટ, બનાસકાંઠા અને વલસાડમાં NDRFની 1 - 1 ટીમ, ભાવનગર, કચ્છ અને અમરેલીમાં NDRFની 1 - 1 ટીમ અને જામનગર, દ્વારકા અને જૂનાગઢમાં NDRFની 1 - 1 ટીમ તૈનાત કરવામાં આવી છે.
ઘરાજાએ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યુ, જનજીવન થયું અસ્તવ્યસ્ત
દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને છોટાઉદેપુર નવસારી અને વલસાડમાં પડેલા ભારે વરસાદને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક કરી હતી. રાજકોટ જિલ્લાના પ્રવાસમાંથી પરત આવી હેલિપેડથી સીધા જ ગાંધીનગરના સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા.તેમણે ખાસ કરીને 6 જિલ્લામા થયેલા ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી.મુખ્યમંત્રીએ આ ઓપરેશન સેન્ટરની હોટ લાઈનથી છોટાઉદેપુર કલેકટર કંટ્રોલ રૂમમાં વાતચીત કરી સ્થિતીનો તાગ મેળવ્યો હતો.