શોધખોળ કરો

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા જામનગર, ધુંવાવ ગામની લેશે મુલાકાત

જામનગર-રાજકોટ જિલ્લામાં ભારે વરસાદથી ઊભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા અને જિલ્લા તંત્રને રાહત બચાવ કામગીરીમાં માર્ગદર્શન આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બે જિલ્લાની મુલાકાતે હવાઈ માર્ગે નીકળ્યા છે.

જામનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે નીકળ્યા છે. તેઓ અત્યારે જામનગર પહોંચી ગયા છે. તેઓ થોડીવારમાં ધુંવાવ ગામ ખાતે પહોંચશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે સૌરાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નીરિક્ષણ  કર્યું હતું. જામનગર અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદથી ઊભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા અને જિલ્લા તંત્રને રાહત બચાવ કામગીરીમાં માર્ગદર્શન આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બે જિલ્લાની મુલાકાતે હવાઈ માર્ગે નીકળ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે નીતિન પટેલ કે ભાજપના બીજા ટોચના નેતા નહીં પણ જામનગરના સ્થાનિક આગેવાનો જોડાયા છે.  ગાંધીનગરથી બપોરે 1 કલાકે ભૂતપૂર્વ મંત્રી આર.સી ફળદુ , જામનગરનાં સાંસદ પૂનમ બહેન માડમ અને મુખ્ય સચિવ પંકજ કુમાર સાથે આ બે વરસાદ અસરગ્રસ્ત જિલ્લાઓની જાત માહિતી મેળવવા રવાના થયા હતા.

અનરાધાર વરસાદને પગલે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને જૂનાગઢ તાલુકામાં આભ ફાટ્યુ છે. સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં 5 જિલ્લાના 38 ડેવ ઓવરફ્લો થયા છે. એક જ દિવસમાં 38 ડેમ ઓવરફ્લો થતા પાણીની સમસ્યાનો અંત આવ્યો છે.

રાજકોટ જિલ્લામાં 400 અને જામનગર જિલ્લામાં 334થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના 5 જિલ્લાના 38 ડેમ ઓવરફ્લો થયા છે તો ભાદર ડેમમાં 5 ફૂટ બાકી છે. ભારે વરસાદને પગલે મહિનાઓથી ખાલીખમ જળાશયો કલાકોમાં જ છલકાઈ ગયા છે.

ક્યા તાલુકામાં કેટલો વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં રાજકોટના લોધિકા તાલુકામાં 21 ઇંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં કાલાવાડ તાલુકામાં 16 ઇંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં વિસાવદર તાલુકામાં 15 ઇંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં રાજકોટø તાલુકામાં 13 ઇંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ધોરાજી તાલુકામાં 9 ઇંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં કોટડા સાંગાણી તાલુકામાં 8 ઇંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં જામકંડોરણા તાલુકામાં 8 ઇંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં પડધરી તાલુકામાં 7 ઇંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ગોંડલ તાલુકામાં 7 ઇંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં કપરાડા તાલુકામાં 6 ઇંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેરમાં 5 ઇંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં જામનગર શહેરમાં 5 ઇંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ધરમપુર અને જામજોધપુર તાલુકામાં 4 ઇંચ વરસાદ

વરસાદની આગાહી

સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ છે. તેમાં પણ રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજુ પાંચ દિવસ પૂરા ગુજરાતમાં વરસશે મૂશળધાર વરસાદ. હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ વરસશે ભારેથી અતિભારે વરસાદ. સૌરાષ્ટ્રમાં આજે ફરી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે ઓડિશા પર સક્રિય થઈ છે વરસાદી સિસ્ટમ. જે મધ્ય પ્રદેશ થઈ ગુજરાત તરફ આગળ વધી રહી છે. જેને લઈ પૂરા ગુજરાતમાં વરસી રહ્યો છે વરસાદ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલHun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Myths Vs Facts: સોયા મિલ્ક ગર્ભવતી મહિલા માટે ખતરનાક છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય?
Myths Vs Facts: સોયા મિલ્ક ગર્ભવતી મહિલા માટે ખતરનાક છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય?
G20 Summit: જો બાઇડન સાથે મુલાકાત બાદ PM મોદીએ કહ્યુ- 'તમને મળીને હંમેશા ખુશી થાય છે'
G20 Summit: જો બાઇડન સાથે મુલાકાત બાદ PM મોદીએ કહ્યુ- 'તમને મળીને હંમેશા ખુશી થાય છે'
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Embed widget