શોધખોળ કરો
Advertisement
રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ પોલીસ પ્રશાસન સજ્જ, 25 હજાર પોલીસ જવાનો રહેશે તૈનાત
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ગુજરાતના પોલીસ વડા આશીષ ભાટીયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી.
ગાંધીનગર: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ગુજરાતના પોલીસ વડા આશીષ ભાટીયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ પોલીસ પ્રશાસન સજ્જ થયું છે. 25 હજાર પોલીસ અને 15 હજાર 533 હોમગાર્ડ જવાનો તૈનાત રહેશે. 287 સેકટર મોબાઈલ અને 136 QRTની ટીમ પેટ્રોલિંગ કરશે. EVM સ્ટ્રોંગરૂમ પર SRPના જવાનો તૈનાત રહેશે.
મતદાન કેંદ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. DGPએ દાવો કર્યો છે કે નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે. રાજકીય રેલીઓમાં કોવિડ ગાઈડલાઈના ભંગને લઈ કાર્રવાઈ થઈ હોવાનો DGPએ દાવો કર્યો છે.
કોવિડ ગાઈડલાઈન્સના ભંગ બદલ સાત કરોડનો દંડ વસૂલાયો છે. ચૂંટણી પ્રચાર સમયે 3 હજાર 364 કોવિડ ગાઈડલાઈનના ગુના નોંધાયા તો 70 હજાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. લાયસન્સવાળા 85 ટકા હથિયારો અત્યાર સુધી કબ્જે કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion