શોધખોળ કરો

ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફાર: 9 નવા IPS અધિકારીઓને મળ્યું ASP તરીકે પોસ્ટિંગ, સુરેન્દ્રનગરના DySP ‘વેઈટિંગ ફોર પોસ્ટિંગ’માં

Gujarat police reshuffle: ગૃહ વિભાગનું જાહેરનામું પ્રસિદ્ધ: હૈદરાબાદથી ટ્રેનિંગ પૂરી કરીને આવેલા યુવા IPS અધિકારીઓને ફિલ્ડમાં ઉતારાયા, જાણો કોને ક્યાં મળી જવાબદારી?

Gujarat police reshuffle: ગુજરાત સરકારના ગૃહ વિભાગે સોમવારે એક મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય લેતા રાજ્યના પોલીસ તંત્રમાં નવી ઊર્જાનો સંચાર કર્યો છે. હૈદરાબાદ સ્થિત નેશનલ પોલીસ એકેડમીમાં કઠોર તાલીમ પૂર્ણ કરનારા વર્ષ 2022 અને 2023 બેચના 9 યુવા IPS અધિકારીઓને રાજ્યના વિવિધ સંવેદનશીલ જિલ્લાઓમાં મદદનીશ પોલીસ અધિક્ષક (ASP) તરીકે નિમણૂક આપવામાં આવી છે. આ નિયુક્તિઓની સાથે જ વહીવટી કારણોસર સુરેન્દ્રનગરના તત્કાલીન DySP વી.બી. જાડેજાને હાલ પૂરતા કોઈ પણ પોસ્ટિંગ વિના ‘લીવ રિઝર્વ’માં મુકવામાં આવ્યા છે.

યુવા અધિકારીઓના આગમનથી પોલીસ દળમાં નવો જોમ ગાંધીનગર સચિવાલયના ગૃહ વિભાગ દ્વારા સોમવારે મોડી સાંજે એક નોટિફિકેશન બહાર પાડીને રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ અકાદમી (SVPNPA), હૈદરાબાદ ખાતે પોતાની ફેઝ-2 ની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરીને ગુજરાત કેડરના નવ જેટલા પ્રોબેશનરી IPS અધિકારીઓ રાજ્ય પોલીસ દળમાં જોડાયા હતા. વર્ષ 2022 અને 2023 ની બેચના આ તેજસ્વી અધિકારીઓને હવે ફિલ્ડમાં ઉતારવામાં આવ્યા છે અને તેમને મદદનીશ પોલીસ અધિક્ષક (ASP) તરીકે સ્વતંત્ર ચાર્જ સોંપવામાં આવ્યો છે.

કોને કયા જિલ્લામાં મળી જવાબદારી?

ગૃહ વિભાગના ઉપ સચિવ અમિત રાવલની સહીથી પ્રસિદ્ધ થયેલા આદેશ અનુસાર, રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં નીચે મુજબના યુવા અધિકારીઓને નિમણૂક આપવામાં આવી છે:

અંકિતા મિશ્રા (IPS-2022): અમદાવાદ ગ્રામ્યના અસલાલી વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.

ઘનશ્યામ ગૌતમ (IPS-2022): ભાવનગર ગ્રામ્યમાં ASP તરીકે નિયુક્ત કરાયા છે.

અક્ષેષ મહેન્દ્રભાઇ એન્જીનિયર (IPS-2022): સુરત ગ્રામ્યના માંડવી વિભાગનો હવાલો સંભાળશે.

હર્ષ શર્મા (IPS-2023): છોટાઉદેપુર જિલ્લાના બોડેલી વિભાગમાં નિમણૂક.

ગૌતમ વિવેકાનંદન (IPS-2023): કચ્છના મુંદ્રા વિભાગની મહત્વની જવાબદારી.

વેદિકા બિહાની (IPS-2023): સુરેન્દ્રનગર ડિવિઝનમાં ASP તરીકે મુકાયા.

નવીન ચક્રવર્તી રેપુડી (IPS-2023): રાજકોટ ગ્રામ્યના જસદણ વિભાગમાં ફરજ બજાવશે.

વિકાસ યાદવ (IPS-2023): મહીસાગર જિલ્લાના સંતરામપુર વિભાગમાં નિમણૂક.

ડૉ. સંદિપ ટી. (IPS-2023): વલસાડના ધરમપુર વિભાગમાં ASP તરીકે સેવા આપશે.

વી.બી. જાડેજાની બદલી અને રિઝર્વ સ્ટેટસ

આ બદલીના દોરમાં સૌથી વધુ ચર્ચા સુરેન્દ્રનગર ડિવિઝનની રહી છે. અત્યાર સુધી સુરેન્દ્રનગરમાં વિભાગીય પોલીસ અધિકારી (DySP) તરીકે ફરજ બજાવતા    વી.બી. જાડેજા પાસેથી ચાર્જ લઈ લેવામાં આવ્યો છે અને તેમના સ્થાને નવા IPS અધિકારી વેદિકા બિહાનીને મુકવામાં આવ્યા છે. મહત્વની બાબત એ છે કે સરકાર દ્વારા વી.બી. જાડેજાને હાલમાં કોઈ નવી જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી. જાહેરનામામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે અન્ય હુકમ ન થાય ત્યાં સુધી તેઓને 'વેઈટિંગ ફોર પોસ્ટિંગ' એટલે કે લીવ રિઝર્વમાં રાખવામાં આવ્યા છે

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

Embed widget