'ચોમાસામાં રૉડ-રસ્તાં તુટે એ સામાન્ય બાબત છે, તેને ચગાવવી ના જોઇએ' કહીને કયા મંત્રી રસ્તા રિપેર કરવાની જવાબદારીમાંથી છટકી ગયા, જાણો વિગતે
ચોમાસામાં રૉડ-રસ્તાં તુટી જવાને લઇને ભૂપેન્દ્ર સરકારના મંત્રીએ જાહેરમાં નિવેદન આપ્યુ છે કે ચોમાસામાં રૉડ-રસ્તાં તુટવા એ સામાન્યા ઘટના છે.
સુરતઃ ગુજરાતમાં સરકારના મંત્રીનુ ફરી એકવાર વિવાદાસ્પદ અને વિચિત્ર નિવેદન સામે આવ્યુ છે. ચોમાસામાં રૉડ-રસ્તાં તુટી જવાને લઇને ભૂપેન્દ્ર સરકારના મંત્રીએ જાહેરમાં નિવેદન આપ્યુ છે કે ચોમાસામાં રૉડ-રસ્તાં તુટવા એ સામાન્યા ઘટના છે. આને વધારે પડતુ ચગાવવુ જોઇએ નહીં.
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા નિમાયેલા માર્ગ અને મકાન વિભાગ મંત્રાલયના મંત્રી પૂર્ણેશ મોદીએ ફરી એકવાર સરકારની કામચોરી કરવાની નીતિને ઉજાગર કરી છે. સુરતમાં કેબિનેટ કક્ષાના મંત્રી પૂર્ણેશ મોદીએ મીડિયાને સૂચન કરતાં કહ્યું કે, ચોમાસામાં રૉડ-રસ્તા તુટવાની ઘટના સામાન્ય બાબત છે, ડામરને પાણી સાથે વેર હોવાથી રસ્તાંઓ તુટી જાય છે, આ વાતને વધારે પડતી ચગાવવી જોઇએ નહીં. ઉલ્લેખનીય છે કે, ચોમાસામાં વરસાદના કારણે સમગ્ર ગુજરાતમાં રૉડ-રસ્તાં તુટી ગયા છે, ભારે વરસાદના કારણે જામનગર સહિતના જિલ્લાઓમાં રસ્તાંઓ તુટી ગયા છે જેના કારણે વાહનચાલકો અને મુસાફરોને મોટી અગવડતા ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે આવા સમયે સરકારના જવાબદાર મંત્રીએ આ બાબતને સામાન્ય ગણાવી દીધી છે.
માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદીના વચનો ક્યારે થશે પૂર્ણ?
માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ 10 ઓક્ટોબર સુધી રસ્તાઓ રીપેર કરવાનું વચન આપ્યું હતું. પરંતુ તે તારીખ પણ જતી રહી અને હવે દિવાળી પણ આવશે. તેમ છતાં રસ્તાઓનું કામ અધૂરું છે. ઠેર-ઠેર ખાડા જોવા મળી રહયા છે. હવે લાગી રહ્યું છે કે મંત્રી દ્વારા આપવામાં આવેલા વચનોથી તેઓ પીછેહઠ કરી રહ્યાં છે.
કોણ છે પૂર્ણેશ મોદી
સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી હાલમાં જ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં સામેલ થયા છે. તેઓ વર્ષ 2017માં પ્રથમવાર વિધાનસભાની ચૂંટણીમાં વિજય ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ તેઓ વિધાનસભામાં સંસદીય સચિવ તરીકે નિમાયા હતા, તેઓ 55 વર્ષના છે. વકિલાતની ડીગ્રી પણ ધરાવે છે.
બીજેપીના શહેર પ્રમુખ પણ રહી ચૂક્યા છે
શરૂઆતથી જ ભાજપમાં સક્રિય રહ્યા છે. તેઓ સુરત મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. સાથેસાથે બીજેપીના શહેર પ્રમુખ પણ રહી ચૂક્યા છે. હાલ જ સુરત કોર્ટમાં કોંગ્રેસના નેતા વિરુદ્ધ મોદી સમાજ વિશે વિવાદીત ટિપ્પણી કરવામાં આવી હતી, તેમાં પણ તેઓ ફરિયાદી છે.
હવે ગુજરાત સરકારના મંત્રીઓ ઇલેક્ટ્રીક કારમાં કરશે પ્રવાસ? જાણો વાહન વ્યવહાર મંત્રીએ શું કહ્યું?
સુરત : ઇલોકટ્રોનિક વહાનને લઈને ગુજરાત સરકારના મંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ નિવેદન આપ્યું છે કે, મંત્રીઓ પણ ઇલોકટ્રોનિક કાર વાપરે તે માટે આયોજન ચાલી રહ્યું છે. ગુજરાતમાં લોકોને પ્રેરિત કરવા મંત્રીઓથી શરૂ કરવામાં આવશે.