Gujarat Rain: આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી, 12 જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
Gujarat Rain: ગુજરાતમાં વરસાદનું તાંડવ હજુ પણ થમી નથી રહ્યું, છેલ્લા 15-20 દિવસથી દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવી રહ્યો છે
Gujarat Rain: ગુજરાતમાં વરસાદનું તાંડવ હજુ પણ થમી નથી રહ્યું, છેલ્લા 15-20 દિવસથી દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવી રહ્યો છે. આજે પણ હવામાન વિભાગની વધુ એક મોટી આગાહી સામે આવી છે, જેમાં આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતમા 12 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં હજુ પણ સપ્ટેમ્બરમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં કરવામાં આવી છે. તાજા અપડેટ પ્રમાણે, આજે ફરી એકવાર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ખાબકશે. હાલમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતના 12 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતમાં આજે મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચમાં પણ ભારે વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતમાં આજે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકી શકે છે.
નોંધનીય છે કે, રાજ્યમાં આ વખતે ચોમાસાની સિઝનનો 122.80 ટકા વરસાદ ખાબક્યો છે. કચ્છમાં સૌથી વધુ સિઝનનો 183.32 ટકા વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો 129.04 ટકા વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 125.21 ટકા વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતમાં સિઝનનો 118.99 ટકા વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં સિઝનનો 105.89 ટકા વરસાદ નોંધાયો છે.
સિઝનનો કેટલો વરસાદ વરસ્યો?
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 120.80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 183.32 ટકા, તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં નોંધાયો 128.44 ટકા વરસાદ વરસ્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 122 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. તો મધ્ય ગુજરાતમાં 116.31 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 104.57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
રાજ્યના ડેમની શું છે સ્થિતિ?
પાણીની ભરપૂર આવક થતા રાજ્યના 207 પૈકી 115 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. કચ્છ-સૌરાષ્ટ્રના 95 જળાશયો હાઉસફુલ થયા છે. તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના નવ નવ ડેમ અને ઉત્તર ગુજરાતના બે ડેમ થયા છલોછલ ભરાઇ ચૂક્યાં છે. સારા વરસાદને પગલે રાજ્યના 161 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. જેમાંથી પૈકી 90 ટકાથી વધુ ભરાયેલા 143 જળાશયો હાઈએલર્ટ, 80થી 90 ટકા ભરાયેલા નવ ડેમ એલર્ટ.. તો 70થી 80 ટકા ભરાયેલા નવ ડેમ વોર્નિંગ પર છે.
આ પણ વાંચો
Gujarat Rain: ત્રણ કલાક આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો