શોધખોળ કરો

Gujarat Rain: ગુજરાતમાં વરસાદનું તાંડવ, વરસાદના કારણે અત્યાર સુધીમાં 83 લોકોના મોત

ગુજરાતમાં વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ પેદા થઇ છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે તારાજી સર્જી છે

ગાંધીનગરઃ ગુજરાતમાં વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ પેદા થઇ છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે તારાજી સર્જી છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, વરસાદને લઈ અત્યાર સુધી 83 લોકોના મૃત્યુ થયા છે. જેમાના 14 લોકોએ છેલ્લા 24 કલાકમાં જ જીવ ગુમાવ્યો છે. ભારે વરસાદની આગાહીને ધ્યાને રાખી અલગ-અલગ જિલ્લામાં NDRFની 18 અને SDRFની 21 ટીમ તૈનાત છે.

અત્યાર સુધી 31 હજાર 35 લોકોનું સ્થળાંતર કરાયું, જેમાંથી 9 હજાર 848 લોકો પોતાના ઘરે પરત ફર્યા છે. વરસાદના કારણે 51 સ્ટેટ હાઈવે, 483 પંચાયત હસ્તકના રસ્તા મળી 537 માર્ગો સુરક્ષાને ધ્યાને રાખી હાલ બંધ છે. તો કચ્છમાંથી પસાર થતો નેશનલ હાઈ-વે 41 તેમજ નવસારી- ડાંગ હાઈ વે બંધ છે, જેને ઝડપથી ચાલુ કરાશે. તો મુખ્યમંત્રીએ ડેશ બોર્ડના માધ્યમથી સતત બીજા દિવસે વરસાદ પ્રભાવિત વિસ્તારની સમીક્ષા કરી હતી. જ્યાં કોઝવે અને રસ્તા પર પાણી ફરી વળ્યા છે તેના પરથી વાહનચાલકો પસાર ન થાય તે માટે પોલીસફોર્સનો ઉપયોગ કરવાની સૂચના આપી છે. સાથે જ વરસાદથી નુકસાનીનો ઝડપથી સર્વે કરી સહાય ચૂકવવા સૂચના આપી છે.

તે સિવાય સરકાર વરસાદી દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના પરિજનોને 4-4 લાખની સહાય આપશે. રાજ્ય સરકાર પાંચ મૃતકોના વારસદારોને સહાયની ચૂકવણી કરી છે. છેલ્લા 24 કલાકમાં 14 લોકોના વરસાદી દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. 51 સ્ટેટ હાઇવે, 483 પંચાયતના રોડ સાથે કુલ 537 માર્ગો પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યા છે. નેશનલ હાઇવે 41, નવસારી હાઇવે 64 બંધ કરાયા છે. ડાંગમાંથી પસાર થતો નેશનલ હાઇવે પણ બંધ કરાયો છે. એસટીના 138 રૂટ બંધ કરાયા છે જે પૈકી 14ને ફરીથી કાર્યરત કરાયા છે. 769 ગામોમાં બંધ થયેલ વીજ પુરવઠો ફરી શરૂ કરાયો છે. એસડીઆરએફની 21 અને એનડીઆરએફની 18 ટીમો અલગ અલગ જિલ્લાઓમાં તૈનાત કરાઇ છે.

રાજ્યમાં આજે  સવારથી અત્યાર સુધી 111 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે.સવારે છ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં ડાંગના સુબીરમાં સૌથી વધુ સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વલસાડના કપરાડામાં સવા પાંચ ઈંચ, નવસારીના વાંસદામાં 5 ઈંચ અને ગીર સોમનાથના ગીર ગઢડામાં સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. તો ડાંગના આહવા અને તાપીના
ડોલવણમાં સવા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. ડાંગના વઘઈ અને ગીર સોમનાથના સુત્રાપાડામાં પણ ચાર-ચાર ઈંચ વરસાદ નોંધાયો..વિસાવદર, ધરમપુર, કોડીનારમાં સાડા 3 ઈંચ, ઉનામાં 3 ઈંચ, ઉમરગામ, પારડી, ખેરગામમાં અઢી-અઢી ઈંચ વરસાદ વરસ્યો છે.  તો વાપી, વેરાવળ, જામ કંડોરણા, નવસારી, ધારી, મહુવામાં 2-2 ઈંચ વરસાદ વરસ્યો..
તો નવસારીના જલાલપોર, ચીખલી, પલસાણામાં પણ પોણા 2 ઈંચ વરસાદ પડ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Embed widget