શોધખોળ કરો

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના આ જિલ્લાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ

Gujarat Rain: ગુજરાતમાં ફરી વરસાદી માહોલ છવાયો છે. આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. તો બીજી તરફ આવનારા ત્રણથી ચાર દિવસ પણ વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે.

Gujarat Rain: ગુજરાતમાં ફરી વરસાદી માહોલ છવાયો છે. આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. તો બીજી તરફ આવનારા ત્રણથી ચાર દિવસ પણ વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે.જેના કારણે સરકારી અધિકારીઓને એલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે. મહીસાગર જિલ્લામાં 21 તારીખ સુધી ભારે વરસાદની આગાહીને લઈને અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટેની સૂચના આપવામાં આવી છે. મહીસાગર જિલ્લામાં પવન અને વીજળી સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતાને લઈને સુચના આપવામાં આવી છે. તમામ કંટ્રોલરૂમ કાર્યરત કરી અને અધિકારીઓએ હાજર રહેવા જાણ કરવામાં આવી છે.

જિલ્લાના તમામ નાયબ જિલ્લા વિકાસ અધિકારી, વન સંરક્ષક અધિકારી , પ્રાંત અધિકારી, લાયસન અધિકારી, કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન , કાર્યપાલક ઇજનેર MGVCL ,જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા રજીસ્ટર અધિકારી ,સહકારી મંડળીઓ તમામ તાલુકાના મામલતદાર તમામ તાલુકાના વિકાસ અધિકારી અને નગરપાલિકાના ચીફ ઓફિસરોને હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના અપાઈ છે.

ભારે વરસાદના કારણે કોઈ ઘટના ઘટે તો તાત્કાલિક કંટ્રોલરૂમ ખાતે જાણ કરવાની રહેશે. ભારે વરસાદની શક્યતાને લઇ અને તકેદારી રાખવા માટે ખાસ સુચના અપાઈ છે. અધિક જિલ્લા કલેકટર દ્વારા આ બાબતે તમામ અધિકારીઓને પત્ર દ્વારા સૂચિત કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં આગામી 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી  4 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. આજે દાહોદ,છોટાઉદેપુર અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  આજે સાબરકાંઠા અને ગાઁધીનગરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમરેલી,ખેડા ,પંચમહાલ,છોટાઉદેપુર ,મહિસાગર,વડોદરા ,ભરુચ,સુરત,ડાંગ,નવસારી,વલસાડ,દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આવતી કાલે દાહોદમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  બનાસકાંઠા,મહેસાણા, સબારકાંઠા,ગાઁધીનગર,ખેડા ,આણંદ,અમદાવાદ, મહીસાગર,નર્મદા,ભરુચ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.   

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના આ જિલ્લાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ

18 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠામાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે સાબરાંકાંઠા તેમજ ગાંધીનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય  પાટણ અને મહેસાણામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  19 સપ્ટેમ્બરના રોજ  મહેસાણા અને સાબરકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  

રાજ્યમાં ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદ વરસશે. આજે છોટાઉદેપુર અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરાઈ છે.  અમદાવાદ, વલસાડ, દાહોદમાં જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેશે.  ગાજવીજ સાથે અનેક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે.  દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, દમણમાં અતિભારે વરસાદની આગાહી અંબાલાલે કરી છે. આ સિવાય પંચમહાલ, વડોદરા અને સુરતમાં પણ ભારે વરસાદની આગાહી તેમના દ્વારા કરાઈ છે.  ઉતર ગુજરાતના પાટણ, ખેડા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  ત્રણ દિવસના વરસાદ બાદ અન્ય સિસ્ટમ સક્રિય થતાં સપ્ટેમ્બર મહિનાના અંત સુધી રાજ્યમાં વરસાદ વરસશે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bandipora Army Vehicle Accident: જમ્મુ-કશ્મીરના બાંદીપોરામાં સેનાની ગાડી ખીણમાં ખાબકી, 2 જવાન શહીદKheda News : ખેડામાં આચાર્યની નાલાયકીની પરાકાષ્ઠા, ABP Asmitaના સંવાદદાતા પર કર્યો હુમલોHardik Patel : હાર્દિક પટેલનો હુંકાર, 'વિરમગામ જિલ્લો બનશે ને નળકાંઠા તાલુકો, છાતી ઠોકીને કહું છું'Mahisagar Scuffle : લુણાવાડામાં 2 જૂથ વચ્ચે મારામારી, જુઓ શું છે આખો મામલો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
ચીનમાં આંતક મચાવી રહેલો હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
IN PICS ભારતીય ક્રિકેટર ચહલના લગ્ન જીવનમાં તિરાડ ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો
IN PICS ભારતીય ક્રિકેટર ચહલના લગ્ન જીવનમાં તિરાડ ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
Embed widget