શોધખોળ કરો
સૌરાષ્ટ્રના કયા-કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો? આ વિસ્તારમાં 9.5 ઈંચ વરસાદ ખાબક્યો? જાણો કેવી છે સ્થિતિ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, વરસાદ સૌરાષ્ટ્રને ધમરોળ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 250 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. 24 તાલુકાઓમાં પાંચથી સાડા નવ ઈંચ વરસાદ તો 138 તાલુકામાં એકથી પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો
![સૌરાષ્ટ્રના કયા-કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો? આ વિસ્તારમાં 9.5 ઈંચ વરસાદ ખાબક્યો? જાણો કેવી છે સ્થિતિ Gujarat Rains: 10 Inch Heavy rainfall in Saurashtra Jamjodhpur village સૌરાષ્ટ્રના કયા-કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો? આ વિસ્તારમાં 9.5 ઈંચ વરસાદ ખાબક્યો? જાણો કેવી છે સ્થિતિ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/31134031/Rain-Jamjodhpur.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, વરસાદ સૌરાષ્ટ્રને ધમરોળ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 250 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. 24 તાલુકાઓમાં પાંચથી સાડા નવ ઈંચ વરસાદ તો 138 તાલુકામાં એકથી પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ જામજોધપુરમાં સાડા નવ ઈંચ વરસાદ ખાબક્યો હતો.
સૌરાષ્ટ્રના 15 તાલુકાઓમાં છ ઈંચથી 10 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. ખંભાળિયામાં સાડા આઠ ઈંચ વરસાદ જ્યારે જામનગર, ગઢડા અને મોરબીમાં ખાબક્યો 8-8 ઈંચ વરસાદ નોંધાયો છે.
24 કલાકમાં ભાણવડ અને સૂત્રાપાડામાં સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો. વિસાવદર, કલ્યાણપુર અને લાલપુરમાં સાત-સાત ઈંચ વરસાદ તો મેંદરડા, વંથલી અને રાજકોટમાં પોણા છ ઈંચ વરસાદ વરસ્યો હતો.
બે દિવસથી સતત પડી રહેલા ભારે વરસાદને કારણે નદી-નાળા બે કાંઠે વહેતા થયાં છે. જ્યારે સૌરાષ્ટ્રના મોટા ભાગના ડેમો પણ ઓવરફ્લો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. સતત પડી રહેલા વરસાદને કારણે અનેક ગામોમાં પૂરની સ્થિતિ જોવા મળી છે. ઘણાં ગામોમાં કમસમા પાણી ભરાઈ ગયા હતા જેના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલી પડી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)