શોધખોળ કરો
Advertisement
ભાજપે કરોડોનું ટર્નઓવર ધરાવતાં કયા જાણીતા ઉદ્યોગપતિને ગુજરાતમાંથી રાજ્યસભાની ટિકિટ આપી? જાણો વિગત
શ્રી મારુતિ કુરિયરની દેશભરમાં 2600થી વધુ ઓફિસો આવેલી છે. 22 દેશોમાં તેઓ કુરિયરની સર્વિસ આપે છે. એ
અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલ અને ભાજપના નેતા અભય ભારદ્વાજના નિધનના પગલે ખાલી પડેલી બેઠક પર 1 માર્ચે રાજ્યસભાની ચૂંટણી યોજાશે. જેને. લઈ ભાજપે રાજ્યસભાના ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે દિનેશભાઈ પ્રજાપતિ અને રામભાઈ મોકરીયાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
ભાજપે ઉમેદવાર બનાવ્યા બાદ, રામભાઈ મોકરિયાએ કહ્યું લોકોના સહયોગથી વિકાસના કામો કરીશું. તન-મન-ધનથી હું કામ કરીશ, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. રામભાઈ મોકરીયા મૂળ પોરબંદર નાં વતની છે અને મારૂતિ કુરિયરનાં માલિક તથા ભાજપના ખૂબ જુના કાર્યકર્તા છે. 2019ની લોકસભા ચૂંટણી માટે તેઓ પોરબદર બેઠક પર પ્રબળ દાવેદાર હતાં પણ પસંદગી થઈ નહોતી.
શ્રી મારુતિ કુરિયરની દેશભરમાં 2600થી વધુ ઓફિસો આવેલી છે. 22 દેશોમાં તેઓ કુરિયરની સર્વિસ આપે છે. એક રિપોર્ટ મુજબ તેમની કંપનીનું ટર્નઓવર આશરે 500 કરોડ જેટલું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement