રાજ્યમાં કાલે ડૉક્ટરોની હડતાળ, 40 હજારથી વધુ ડૉક્ટરો હડતાળ પર જતા ખાનગી હૉસ્પીટલો રહેશે બંધ, જાણો શું છે મામલો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા ICUવાને ગ્લાસ ફસાડ દૂર કરવા મામલે આપવામાં આવેલા નિર્દેશ બાદ ડોકટરોમાં રોષ ફેલાયો છે.
![રાજ્યમાં કાલે ડૉક્ટરોની હડતાળ, 40 હજારથી વધુ ડૉક્ટરો હડતાળ પર જતા ખાનગી હૉસ્પીટલો રહેશે બંધ, જાણો શું છે મામલો Gujarat Strike News: private hospitals will be closed at tomorrow due to anger against govt new it rules રાજ્યમાં કાલે ડૉક્ટરોની હડતાળ, 40 હજારથી વધુ ડૉક્ટરો હડતાળ પર જતા ખાનગી હૉસ્પીટલો રહેશે બંધ, જાણો શું છે મામલો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/12/088e77917f6f84839822e1f721ef04001657617479_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર હડતાળની સિઝન શરૂ થઇ રહી છે. આવતીકાલથી રાજ્યમાં લગભગ મોટાભાગની ખાનગી હૉસ્પીટલો બંધ રહેશે. આવતીકાલે ગુજરાતમાં ખાનગી હૉસ્પીટલનાં 40 હજારથી વધુ ડોક્ટરો હડતાળ પર ઉતરી રહ્યાં છે. રાજ્યમાં આ મોટી હડતાળના કારણે 30 હજારથી વધુ સર્જરી અટકી પડશે, એટલું જ નહીં ખાનગી હૉસ્પીટલોએ OPD અને ઈમર્જન્સી સેવા પણ બંધ રાખવાનો નિર્ણય કર્યો હોવાથી દર્દીઓને આવતીકાલે સરકારી હૉસ્પીટલો તરફ જ વળવુ પડશે. ICU ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવાબાબતે કરવામાં ઇન્ડીયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા 22 જુલાઈએ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા ICUવાને ગ્લાસ ફસાડ દૂર કરવા મામલે આપવામાં આવેલા નિર્દેશ બાદ ડોકટરોમાં રોષ ફેલાયો છે. સાયન્ટિફિક રીતે ICU ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા શક્ય નથી અને બારીઓના કાચ દૂર કરવાના વિરોધમાં ઇન્ડીયન મેડિકલ એસોસિયેશન, ગુજરાત બ્રાન્ચ દ્વારા 22 જુલાઈએ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે.
અમદાવાદ મેડિકલ એસોસિયેશનનાં પ્રેસિડેન્ટ ડોક્ટર દિલીપ ગઢવીએ કહ્યું કે માત્ર ગુજરાતમાં નહીં પણ વિશ્વમાં પણ ક્યાંય ICU ગ્રાઉન્ડ ફ્લોર પર નથી. 22 જુલાઈએ રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલમાં ઈમરજન્સી અને OPD સેવાઓ બંધ કરી દેવાશે. હડતાળ દરમિયાન દર્દીઓએ સરકારી અથવા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં ઈમરજન્સી અથવા OPDની સારવાર લઈ શકશે. ICU ગ્રાઉન્ડ પર ના હોય એના અનેક કારણો છે જે સમજવા જોઈએ. જો ICU ગ્રાઉન્ડ ફ્લોર પર હોય તો દર્દીને ઇન્ફેક્શનનું જોખમ વધી શકે છે. દર્દીઓના સગા અને OPDમાં આવતા દર્દીઓની અવરજવર લીધે દર્દીને અપાતી સારવારમાં પણ મુશ્કેલી થશે. કોર્પોરેશન પાસે તમામ હોસ્પિટલના ડેટા છેICU કઈ હોસ્પિટલમાં છે, એ અંગેના કોર્પોરેશન પાસે તમામ હોસ્પિટલના ડેટા છે. છતાંય કોર્પોરેશન તમામ હોસ્પિટલના ફરી હેરાન કરી રહી છે.
આ પણ વાંચો..
Cheteshwar Pujara: કાઉન્ટીમાં ચેતેશ્વર પૂજારાએ ફરી ફટકારી બેવડી સદી, તોડ્યો 118 વર્ષનો રેકોર્ડ
Inflation: વૈશ્વિક ફુગાવાનો ભય વધ્યો, હવે બ્રિટનમાં ફુગાવો 40 વર્ષની ટોચે, વ્યાજદરમાં પણ વધારો
Horoscope Today 21 July 2022: મેષ, મિથુન, કર્ક, તુલા રાશિ સહિત જાણો, તમામ 12 રાશિઓનું રાશિફળ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)