શોધખોળ કરો
Advertisement
રાજ્યના શિક્ષકોને રૂપાણી સરકારે આપી મોટી રાહત, દર મહિને થશે આટલા હજારનો આર્થિક ફાયદો
શિક્ષકોને હવે 9 વર્ષ, 20 વર્ષ અને 31 વર્ષની સેવાનો આર્થિક લાભ મળશે.
અમદાવાદઃ રાજ્યના 65 હજાર શિક્ષકોને રાજ્ય સરકારે મોટી રાહત આપી હતી. સરકારે 4200 ગ્રેડ પે મામલે સરકારે જૂનો પરિપત્ર રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. જૂનો પરિપત્ર રદ્દ થતા 65 હજાર શિક્ષકોને દર મહિને 6 થી 8 હજાર રૂપિયાનો આર્થિક ફાયદો થશે. શિક્ષકોને હવે 9 વર્ષ, 20 વર્ષ અને 31 વર્ષની સેવાનો આર્થિક લાભ મળશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું, કે જૂનો પરિપત્ર રદ્દ કરવાની કાર્યવાહી આગામી એક સપ્તાહમાં પૂર્ણ થશે. તો શિક્ષકોના પ્રમોશન માટે પરીક્ષા લેવાનો નિયમ પણ પડતો મૂકાયો છે. શિક્ષકોને હવે 9 વર્ષ, 20 વર્ષ અને 31 વર્ષની સેવાનો આર્થિક લાભ મળશે. પ્રાથમિક શિક્ષકોને 4200 ગ્રેડ-પે પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ તરીકે યથાવત રહેશે તેમજ સંબંધિત શિક્ષકોને તેમની મળવાપાત્ર તારીખથી તેનો લાભ આપવામાં આવશે.
હાલમાં રાજ્ય સરકારની ફોર્મ્યુલા પ્રમાણે કોઇ વ્યકિત શિક્ષક તરીકે નિમણૂંક પામે ત્યારે તેને રૂપિયા 2400ના ગ્રેડ પેનો લાભ મળે છે. મતલબ કે તેના બેઝિક પગારમાં 2400 રૂપિયા ઉમેરાઈ જાય. તેના આધારે તેનું મોંઘવારી ભથ્થુ તથા અન્ય પગાર ગણાય. 9 વર્ષની નોકરીનો સમયગાળો થાય એટલે ગ્રેડ પે વધાની પહેલાં 2800 રૂપિયા થથો હતો તે વધીને રૂપિયા 4200 થાય, 20 વર્ષની નોકરી કરે એટલે ગ્રેડ પે રૂપિયા 4400 થાય અને 31 વર્ષની નોકરી કરે એટલે ગ્રેડ પે રૂપિયા 4600 થાય.
ધોનીએ IPLમાંથી અત્યાર સુધી કરી 137 કરોડની કમાણી, રોહિત શર્મા વિરાટ કોહલીને છોડીને નિકળી ગયો આગળ, જાણો કોની કેટલી કમાણી ?
કોરોનાની કઈ રસી લેવાથી ચાર વોલન્ટિયર્સને પેરેલિસિસની અસર થતાં હાહાકાર, જાણો મહત્વની વિગત
Vaccine Update: આ વસ્તુનું સેવન કરતા હોય તો તમને નહીં મળે કોરોનાની રસી, રસી લેવી હોય તો વાંચી લો આ સમાચાર નહીં તો....
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગાંધીનગર
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion