શોધખોળ કરો
Advertisement
‘વાયુ’ વાવાઝોડું: આ વિસ્તારોમાં 48 કલાકમાં ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી
પોરબંદર નજીકથી પસાર થવાને કારણે અહીં ભારે પવન સાથે અતિ ભારે વરસાદ વરસી શકે છે.
અમદાવાદઃ ગુજરાત માથેથી વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે. વાયુ વાવાઝોડાની દિશા ફંટાઈ જવાની જાણકારી હવામાન વિભાગે આપી છે. આગાહી અનુસાર હવે વાવાઝોડુ માત્ર પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારમાંથી પસાર થઈને નીકળી જસે. જોકે વાવાઝોડાની અસર હજુ પણ જોવા મળશે. વાયુ વાવાઝોડાને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 48 કલાક સુધી ભારે પવન સાથે અતિ ભારે વરસાદ થવાની આગાહી છે.
વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં ગુજરાતના 17 જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે. જોકે હવે વાવાઝોડું ફંટાઈ ગયું હોવા છતા આગામી 48 કલાક દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે ભારે વરસાદ પણ જોવા મળી શકે છે.
પોરબંદર નજીકથી પસાર થવાને કારણે અહીં ભારે પવન સાથે અતિ ભારે વરસાદ વરસી શકે છે. આગામી 2 દિવસમાં વેરાવળ અને ઓખામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન એજન્સીએ કરી છે. દ્વારકા, જૂનાગઢ, નલિયા અને રાજકોટમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. અમરેલી જિલ્લામાં વાયુ વાવાઝોડાની અસર વર્તાઇ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion