શોધખોળ કરો

Gujarat: રિન્યૂએબલ એનર્જીમાં ગુજરાતનો ડંકો, રાજ્યમાં મોટું રોકાણ કરીને 2030 સુધીમાં 80 GW એનર્જી, જાણો ડિટેલ્સ

ગુજરાતે સ્વચ્છ અને હરિત ઊર્જા અપનાવવાની પોતાની પ્રતિબદ્ધતા સાથે વર્ષ 2030 સુધીમાં 80 ગીગાવોટ રિન્યૂએબલ એનર્જી સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખ્યો છે

ગાંધીનગર: માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે રિન્યૂએબલ એનર્જી (RE) ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. રાજ્યએ ઘણી પહેલો સફળતાપૂર્વક સંપન્ન કરી છે, જેમાં ચારણકામાં ગુજરાત સોલાર પાર્ક (700 MW), ભારતનો પ્રથમ કેનાલ-ટૉપ સોલાર પાવર પ્રૉજેક્ટ, અને મહેસાણા જિલ્લાના મોઢેરા ગામના દરેક ઘરને ચોવીસ કલાક સૌર ઊર્જા પ્રદાન કરવા માટે ભારતનો પ્રથમ ગ્રિડ-કનેક્ટેડ મેગાવૉટ અવર-સ્કેલ બેટરી એનર્જી સ્ટૉરેજ સિસ્ટમ (BESS) પ્રૉજેક્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાત કચ્છ ખાતે વિશ્વનો સૌથી મોટો 30 ગીગાવૉટ (GW) નો વિંડ-સૉલાર હાયબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્ક પણ વિકસિત કરી રહ્યું છે. 

વધુમાં, ગુજરાતે સ્વચ્છ અને હરિત ઊર્જા અપનાવવાની પોતાની પ્રતિબદ્ધતા સાથે વર્ષ 2030 સુધીમાં 80 ગીગાવોટ રિન્યૂએબલ એનર્જી સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખ્યો છે. એમાં પણ આ મહત્વાકાંક્ષી લક્ષ્યાંકના 30% એટલે કે 22.5 ગીગાવોટ પહેલેથી જ હાંસલ કરી લેવામાં આવ્યા છે. જમીન સ્તરથી 150 મીટરની ઉંચાઈ પર 180 ગીગાવૉટની ઓનશોર વિંડ પાવર સંભવિતતાનો ઉપયોગ કરવામાં અને દરિયાકિનારા સહિત 30-35 ગીગાવૉટ ઓફશોર પવનની સંભાવનાઓનો ઉપયોગ કરવા માટેની વ્યૂહરચના વિકસિત કરવામાં ગુજરાત અગ્રેસર છે. વધુમાં, ગુજરાત ઇલેક્ટ્રિક વાહનો (EVs) ના ઉપયોગમાં પણ ઝડપ લાવી રહ્યું છે, અને 2025 સુધીમાં 2 લાખ EVs ના લક્ષ્યાંકની સામે 60,000 EVs તો રજિસ્ટર પણ થઈ ચૂક્યા છે. ટકાઉ ઔદ્યોગિક વિકાસના મોડલ સાથે ગુજરાત આજે એક પ્રિફર્ડ બિઝનેસ-ફ્રેન્ડલી ડેસ્ટિનેશન બન્યું છે.

ગુજરાતનું વ્યૂહાત્મક ભૌગોલિક સ્થાન, લાંબો દરિયાકિનારો અને પવન અને સૌર ઊર્જા માટે અનુકૂળ વાતાવરણ રાજ્યને રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે અગ્રણી સ્થાન છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લૉબલ સમિટના પ્લેટફોર્મ દ્વારા રાજ્ય સરકારે રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં સક્રિય રીતે રોકાણો આકર્ષિત કર્યા છે અને કૉલાબૉરેશન્સ કર્યા છે, જેના કારણે વિંડ ફાર્મ્સ, સોલાર પાર્ક્સ અને અન્ય સ્વચ્છ ઊર્જાના પ્રોજેક્ટ્સને વેગ મળ્યો છે.

ગુજરાતમાં રોકાણની તકો: 
ગુજરાત રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં ઉત્પાદન, સેવાઓ અને માળખાકીય વિકાસ સહિત વિવિધ પ્રકારની રોકાણની તકો પ્રદાન કરે છે. તેમાં સોલાર સેલ્સ અને મોડ્યુલ્સ, વિંડ ટર્બાઇન્સ અને બ્લેડ્સ, પાવર સિસ્ટમ માટે આનુષંગિક ઉપકરણો, અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે.   

વધુમાં, ગુજરાત રિન્યુએબલ એનર્જી પાર્કના વિકાસ, EPC કૉન્ટ્રાક્ટ અને ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યૂશન નેટવર્કની સ્થાપના માટેની સંભાવનાઓ ધરાવે છે. ઇન્સ્ટૉલેશન, ટેક્નિકલ સપોર્ટ, ઓપરેશનલ અને મેઇન્ટેનન્સ સપોર્ટ અને થર્ડ પાર્ટી પાવર પ્રૉવાઇડર્સ જેવી સેવાઓ પણ ગુજરાતમાં રહેલી સમૃદ્ધ તકો છે. 

આ ઉપરાંત, ગુજરાત કચરાનું પૃથક્કરણ, બ્રિકેટનું ઉત્પાદન અને પ્રૉસેસિંગમાં રોકાણોને પ્રોત્સાહન આપે છે અને તે રીતે ટકાઉ ઊર્જા વિકાસ માટે વ્યાપક ઇકોસિસ્ટમને પ્રોત્સાહિત કરે છે.

ઉદ્યોગોએ ગુજરાતના બિઝનેસ-ફ્રેન્ડલી વાતાવરણને આવકાર્યું છે - 
રિન્યૂએબલ એનર્જી ઉદ્યોગની અગ્રણી કંપનીઓ જેવી કે પાવરિકા, સિમેન્સ, વેસ્તાસ, GE અને સુઝલૉન 10 કરતા વધુ વર્ષોથી ગુજરાતમાં સફળતાપૂર્વક વિંડ એનર્જી પ્રૉજેક્ટ્સ ચલાવી રહી છે.

પાવરિકા એ પહેલી એવી ખાનગી ક્ષેત્રની કંપની છે, જેણે પ્રથમ વિંડ ઓક્શન (ઇ-ઓક્શન) મારફતે ગુજરાતમાં 50.6 મેગાવોટ ક્ષમતાનો પવન ઊર્જા પ્રૉજેક્ટ સફળતાપૂર્વક શરૂ કર્યો છે. પાવરિકાએ 2019માં આ પ્રૉજેક્ટ શરૂ થવાની નિર્ધારિત તારીખના 100 દિવસ પહેલા જ આ માઇલસ્ટૉન હાંસલ કરી લીધો હતો. એક સમર્પિત પ્રૉજેક્ટ ડેવલપમેન્ટ ટીમ, અદ્યતન ટેક્નોલોજી, અને અડીખમ પ્રતિબદ્ધતા સાથે પાવરિકા ગુજરાતના રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રમાં એક વિશ્વસનીય ખેલાડી સ્થાપિત થઈ છે. 

સુઝલોન ગ્રુપ, જે ભારતનું સૌથી મોટું રિન્યૂએબલ એનર્જી સૉલ્યૂશન્સ પ્રૉવાઇડર છે, તેણે સમગ્ર વિશ્વમાં 20 ગીગાવોટ (GW) વિંડ એનર્જી (ભારતીય વિન્ડ ટર્બાઇનના લગભગ 6 GW સાથે) ઇન્સ્ટોલેશનને પાર કર્યું છે. સુઝલોન પાસે ગુજરાતમાં અને ખાસ કરીને જામનગરમાં વિશ્વ સ્તરીય ઉત્પાદન સુવિધાઓ છે, જે તેમના વૈશ્વિક રિન્યૂએબલ એનર્જી સોલ્યુશન્સમાં યોગદાન આપે છે. સુઝલોનના 13 ગીગાવોટથી વધુ વિંડ એનર્જી ઇન્સ્ટોલેશન્સ ભારતમાં છે, જે ગુજરાતને તેમના ડોમેસ્ટિક ઓપરેશન્સનો આવશ્યક હિસ્સો બનાવે છે.

ગુજરાત – રિન્યુએબલ એનર્જી માટેનું પ્રમુખ સ્થાન
ગુજરાત આજે પુનઃપ્રાપ્ય સ્ત્રોતોમાંથી મેળવવામાં આવેલી તેની કુલ સ્થાપિત ક્ષમતાના 46.24% (ઓગસ્ટ 2023 સુધીમાં) સાથે ભારતના રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં પ્રમુખ સ્થાન બન્યું છે. આ નોંધપાત્ર સિદ્ધિ ફક્ત ભવિષ્ય માટે ટકાઉ ઊર્જા માટે ગુજરાતની પ્રતિબદ્ધતા જ નથી દર્શાવતી પરંતુ, દેશના રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં એક અગ્રણી રાજ્ય તરીકે તેની વર્તમાન સ્થિતિને પણ મજબૂત બનાવે છે. 

વધુમાં, પુનઃપ્રાપ્ય સ્ત્રોતોમાંથી ભારતના કુલ વીજ ઉત્પાદનમાં 15.2% યોગદાન આપીને ગુજરાત રાષ્ટ્રને સ્વચ્છ અને હરિત ઊર્જા વિકલ્પો અપનાવવાની દિશામાં આગળ વધવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો, નવીન પ્રોજેક્ટ્સ અને ટકાઉ ઔદ્યોગિક વિકાસની સંભાવનાઓ સાથે, ગુજરાત રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં રોકાણ અને વૃદ્ધિ માટે અદ્વિતીય તકો પ્રદાન કરે છે, જે આ ક્ષેત્રના વ્યવસાયો અને રોકાણકારો માટે રાજ્યને ટોચની પસંદ બનાવે છે.

રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રમાં ગુજરાતની વિશિષ્ટ નીતિગત પહેલો રાજ્યનું ગ્રીન એનર્જી હબમાં રૂપાંતરણ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. ગુજરાત વેસ્ટ ટુ એનર્જી પોલિસી 2022, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીક વ્હીકલ પોલિસી 2021, ગુજરાત સોલર પાવર પોલિસી 2021 અને ગુજરાત વિન્ડ પાવર પોલિસી 2016 જેવી નોંધપાત્ર પોલિસીઓ, સામૂહિક રીતે સસ્ટેનેબલ એનર્જી પ્રેક્ટિસિસ એટલે કે ટકાઉ ઊર્જા પ્રથાઓ અને પર્યાવરણીય સંરક્ષણને આગળ ધપાવે છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ગ્રીન ગ્રોથ (હરિત વિકાસ), ક્લાઇમેટ ફાઇનાન્સ અને SDG (સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ)ની પ્રગતિનું નેતૃત્વ કરશે. ડિકાર્બનાઇઝિંગ ધ ઇકોનોમી, (વાતાવરણમાં ઉત્સર્જિત થતા કાર્બન/કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું કરી, ઓછા ઉત્સર્જનવાળી વૈશ્વિક અર્થવ્યવસ્થાનું નિર્માણ), સર્ક્યુલર ઇકોનોમી ઓપોર્ચ્યુનિટીઝ (પ્રોડક્ટ્સનો પુનઃઉપયોગ અને પુનઃઉત્પાદન કરતી અર્થવ્યવસ્થા જે પર્યાવરણને અનુકૂળ હોય) અને એનર્જી ટ્રાન્ઝિશન જેવા સત્રોના આયોજન સાથે વાયબ્રન્ટ ગુજરાતનો ઉદ્દેશ ગ્રીન એનર્જી હબ તરીકે ગુજરાતની સ્થિતિને વધુ મજબૂત કરવાનો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Allu arjun arrest: સંધ્યા થિયેટર કેસમાં  સાઉથના અભિનેતા  અલ્લુ અર્જુનની ધરપકડ
Allu arjun arrest: સંધ્યા થિયેટર કેસમાં સાઉથના અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ
Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો
Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો
પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Allu Arjun Arrest| બોક્સ ઓફિસ પર ધુમ મચાવનાર પુષ્પા ફેમ અલ્લુ અર્જુનની કરાઈ ધરપકડ,જાણો શું છે મામલો?Amreli Earthquake: અમરેલીમાં ધ્રુજી ગઈ ધરા, 42 કિમી દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ| Abp AsmitaGujarat Weather Updates : સૌરાષ્ટ્રમાં હજુ બે દિવસ કોલ્ડવેવની આગાહી, યલો એલર્ટ જાહેરIndia Weather Updates: દેશના આટલા રાજ્યોમાં ઠંડી બોલાવશે ભુક્કા, ક્યાં છવાઈ બરફની ચાદર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Allu arjun arrest: સંધ્યા થિયેટર કેસમાં  સાઉથના અભિનેતા  અલ્લુ અર્જુનની ધરપકડ
Allu arjun arrest: સંધ્યા થિયેટર કેસમાં સાઉથના અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ
Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો
Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો
પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
Stock Market Crash: સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને સાત લાખ કરોડ રૂપિયાનું નુકસાન
Stock Market Crash: સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને સાત લાખ કરોડ રૂપિયાનું નુકસાન
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
Look back 2024: OTT પર 2024માં આ સેલેબ્સે કર્યું ડેબ્યૂ, સ્ટારકિડથી લઇને દિગ્ગજ સ્ટાર્સ પણ સામેલ
Look back 2024: OTT પર 2024માં આ સેલેબ્સે કર્યું ડેબ્યૂ, સ્ટારકિડથી લઇને દિગ્ગજ સ્ટાર્સ પણ સામેલ
Embed widget