Gujarat Weather : રાજ્યમાં ઠંડીનો પારો હજુ પણ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
હવામાન વિભાગે હવામાં ભેજનું પ્રમાણ રહેવાની આગાહી વ્યક્ત કરવાની સાથે રાજ્યમાં 5 દિવસ હવામાન સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગાંધીનગર: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. હવામાન વિભાગ જણાવ્યા અનુસાર રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે. હવામાન વિભાગે હવામાં ભેજનું પ્રમાણ રહેવાની આગાહી વ્યક્ત કરવાની સાથે રાજ્યમાં 5 દિવસ હવામાન સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ જે રીતે ઉત્તર તરફથી બરફિલા પવન ફંકાઈ રહ્યા છે તેના કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગે આગામી ત્રણ-ચાર દિવસ સુધી હવામાનમાં કોઈ મોટા ફેરફાર નહીં થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં 1-2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે ઉત્તરાયણ પછી ફરી એકવાર રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. રાત્રીના સમયમાં તથા વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધુ રહે છે. આ સિવાય દિવસ દરમિયાન ઠંડી પવનોના કારણે વાતાવરણ ઠંડું રહે છે. અમદાવાદમાં આગામી દિવસમાં લઘુત્તમ તપામાન 9 ડિગ્રી સુધી રહેવાની આગાહી કરવામાં આવી છે. જે સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેને જોતા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું જોર હજુ વધી શકે છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
હવામાન વિભાગની વેબસાઈટ મુજબ આગામી 5 દિવસ સુધી હવામાન સૂકું રહેશે અને કમોસમી વરસાદ થવાની સંભાવના નથી. આ સાથે કોઈ વોર્નિંગ પણ આપવામાં આવી રહી નથી. આગામી 3-4 દિવસમાં હવામાનમાં કોઈ મોટા ફેરફાર થવાની સંભાવના પણ નથી. આ વખતે શિયાળા દરમિયાન ડિસેમ્બર મહિનામાં શિયાળો હુંફાળો રહ્યા બાદ અંતમાં ઠંડીએ જોર પકડ્યું અને ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશમાં થયેલી હિમવર્ષાની અસર ગુજરાત સહિતના રાજ્યો પર થઈ રહી છે.
સુરતમાં 9 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવવા ઉપાડી ગયો નરાધમ
સુરતના ડભોલી વિસ્તારમાં વેફરની લાલચ આપી 9 વર્ષીય માનસિક અસ્વસ્થ બાળા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમની પોલીસે ધરપકડ કરી છે. બાળકીને ઝાડી ઝાખડામાં લઈ જઈ કપડાં કાઢી દુષ્કર્મનો કરવાનો પ્રયાસ શરૂ કર્યો ત્યારે જ દુકાનદારની નજર પડતા દૂકાનદારે હવસખોરના ચુંગાલમાંથી બાળકીને છોડાવી હતી. દુકાનદારની સર્તકતાથી બાળકી પીંખાતા બચી ગઈ હતી. ત્યાર બાદ લોકોએ નરાધમને મેથી પાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો. સિંઘણપોર પોલીસે નરાધમ દિલીપ નાવડીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના ડભોલીમાં દુકાનદારની સતર્કતાથી ૯ વર્ષની બાળકી હવસખોરની ચુંગાલમાંથી ઉગરી ગઇ હતી. નરાધમે વેફરનું પડીકું અપાવવાની લાલચ આપી નજીકના ખુલ્લા પોપડામાં બાળકીને ઉપાડી ગયો હતો. અહીં નરાધમ અડપલાં શરૂ કર્યા કે દુકાનદારની નજર પડી ગઇ હતી અને માર મારી પોલીસને સોંપી દેવાયો હતો. ભોગ બનનારનો પરિવાર ડભોલી વિસ્તારમાં શાકભાજી વેચવાનો ધંધો કરે છે. સંતાનમાં 2 દીકરા અને 1 દીકરી છે. 9 વર્ષની પુત્રી માનસિક રીતે થોડી અસ્વસ્થ છે અને તેણી અભ્યાસ કરતી નથી.