શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડી શકે છે ભારે વરસાદ ?
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત જ્યાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કરાયું છે. ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 109 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
બીજી બાજુ રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની જળસપાટી 130.04 મીટર પર પહોંચી ચૂકી છે. ઉપરવાસમાં મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમના 10 ગેટ ખોલી 30 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઓમકારેશ્વર ડેમમાં રૂલ લેવલ જાળવવા પાણી છોડાયું અને આ પાણી નર્મદા ડેમમાં પહોંચી રહ્યું છે.
29 ઓગસ્ટના રોજ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દાહોદ, જૂનાગઢ અને ગીર-સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement