શોધખોળ કરો

ખેડૂતો માટે માઠા સમાચાર, ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, આ તારીખે પડશે વરસાદ

હવામાન વિભાગે કરેલી આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે.

અમદાવાદ: હાલ ગુજરાતમાં બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે દિવસે ગરમી અને રાતે ઠંડી લાગી રહી છે. ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 5 માર્ચના રોજ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. આ દિવસે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. બનાસકાંઠા અને વલસાડમાં કમોસમી વરસાદી છાંટા પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુજરાતમાં વધશે ગરમીનું પ્રમાણ ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં ઉનાળો આકરો રહેશે તેવું અનુમાન હવામાન વિભાગે જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દર વર્ષની સરખામણીએ આ વખતે શરૂઆતથી જ અડધાથી એક ડિગ્રી જેટલો તાપમાનનો પારો ઉંચો રહેશે. જેના કારણે હીટવેવનો અહેસાસ પ્રમાણ વધતા ચામડી દઝાડતી ગરમીનો વર્તારો જોવા મળશે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં ગરમીનું પ્રમાણ વધારે જોવા મળશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પડશે સૌથી વધુ ગરમી ઉનાળો શરૂ થાય તે પહેલા જ હવામાન વિભાગે આગાહી કરી છે કે, આ વખતે ગરમી વધુ સહન કરવી પડશે. માર્ચ મહિનાથી લૂ લાગવાના કેસમાં વધારો જોવા મળશે. જ્યારે મે મહિનામાં ગરમીનો પારો 47 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. મહત્વની વાત છે કે, ગુજરાતમાં સૌથી વધુ ગરમીનો પારો સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળશે. હવામાન વિભાગે આ વખતે ગરમી સામાન્ય કરતા વધુ રહેવાની ભારે આગાહી કરી છે. ઉત્તર-પશ્ચિમ, પશ્ચિમ અને મધ્ય ભારતમાં માર્ચ મહિનાથી મે મહિના દરમિયાન આ વખતે તાપમાન અડધાથી એક ડિગ્રી સુધી વધુ રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. દક્ષિણના રાજ્યોમાં ગરમીનું સામાન્ય તાપમાન જળવાઈ રહેશે. હવામાન વિભાગે માર્ચ મહિનાથી મે મહિના દરમિયાન ગરમી અંગેનું આ અનુમાન જાહેર કર્યું છે. આ રાજ્યોમાં સામાન્ય કરતા વધુ લૂ લાગશે દેશના કોરહિટ વેવ ઝોન એટલે કે, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, તેલંગણા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડા, આંધ્રપ્રદેશમાં મહત્તમ તાપમાન વધવાની સંભાવના 43% આંકવામાં આવી છે. આ તમામ રાજ્યોમાં સામાન્ય કરતા વધુ લૂ લાગશે. જસપ્રીત બુમરાહની ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-10 બોલર્સમાં વાપસી, જાણો કેટલામાં નંબરે પહોંચ્યો કોરોના વાયરસને લઈ સરકારે લીધો મોટો ફેંસલો, પેરાસિટામોલ સહિત અનેક દવાની નિકાસ પર લગાવ્યો પ્રતિબંધ કોરોના વાયરસના કહેરથી બચવું છે ? આ બાબતો રાખો ધ્યાનમાં, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
Embed widget