શોધખોળ કરો

Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યભરમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

રાજ્યમાં 3 વરસાદી અને 2 સાયક્લોનિક સિસ્ટમ સક્રિય; હવામાન વિભાગે જાહેર કર્યું 3 કલાકનું ખાસ વેધર બુલેટિન, અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન વિભાગે ગાજવીજ, આંધી સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે.
  • ત્રણ વરસાદી સિસ્ટમ અને બે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે.
  • સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા.
  • ખેડૂતોને પાક નુકસાન અને લોકોને સાવચેતી રાખવાની અપીલ.

gujarat weather update: ગુજરાતના હવામાનમાં અચાનક મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગે આગામી 3 કલાક માટે એટલે કે આજે બપોરે 2 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ, આંધી તોફાન અને ભારે પવન સાથે કમોસમી વરસાદ (માવઠા)ની આગાહી કરી છે. એકસાથે 3 વરસાદી સિસ્ટમ અને 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે રાજ્ય પર માવઠાનું આ સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કર્યું છે, જેના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોની ચિંતામાં વધારો થયો છે.

હવામાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા 3 કલાકના ખાસ વેધર બુલેટિન મુજબ, વાતાવરણમાં થયેલા આ ફેરફાર પાછળ 3 અલગ અલગ વરસાદી સિસ્ટમ અને 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જવાબદાર છે. આ સિસ્ટમ્સની સીધી અસર ગુજરાત પર જોવા મળશે. જેને પગલે બપોરે 2 થી 5 વાગ્યાના સમયગાળા દરમિયાન રાજ્યભરમાં વાતાવરણ ડહોળાશે અને ભારે પવન તથા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડી શકે છે.

કયા કયા જિલ્લાઓમાં છે વરસાદની આગાહી?

હવામાન વિભાગના અનુમાન મુજબ, રાજ્યના લગભગ તમામ ઝોનમાં છુટાછવાયા કમોસમી વરસાદની શક્યતા છે:

સૌરાષ્ટ્ર અને કચ્છ: મોરબી, કચ્છ, બોટાદ, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગર અને ગીર સોમનાથમાં માવઠું પડવાની પૂરેપૂરી સંભાવના છે.

ઉત્તર અને મધ્ય ગુજરાત: અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુરમાં પણ આંધી તોફાન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત: ભરૂચ, નર્મદા અને સુરત જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળશે અને ગાજવીજ સાથે છાંટા પડી શકે છે.

હાલમાં ખેતરોમાં પાક તૈયાર હોવાથી કે કાપણી પર હોવાથી આ કમોસમી વરસાદ ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે કામ વગર ઘરની બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે.

મહેસાણામાં માવઠાની શરૂઆત, ખેડૂતોમાં ફફડાટ

હવામાન વિભાગની આગાહી જાણે સાચી ઠરી રહી હોય તેમ મહેસાણા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. સવારથી છવાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે મહેસાણાની મોઢેરા ચોકડી અને દેડિયાસણ વિસ્તારમાં વરસાદી છાંટા પડવાના શરૂ થઈ ગયા છે. વિસનગર શહેર અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં વરસ્યા હોવાના અહેવાલ છે.

સૌથી વધુ ખરાબ સ્થિતિ બહુચરાજી તાલુકાની છે. બહુચરાજી અને સાંપાવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. અત્યારે ખેતરોમાં રવિ પાક તૈયાર ઊભો છે અને કાપણીની સીઝન ચાલી રહી છે, ત્યારે અચાનક પડેલા આ વરસાદ અને કરાના કારણે પાકને ભારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે, જેના લીધે ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે.

Frequently Asked Questions

ગુજરાતમાં કયા સમયે કમોસમી વરસાદની આગાહી છે?

હવામાન વિભાગે આગામી 3 કલાક એટલે કે આજે બપોરે 2 થી સાંજના 5 વાગ્યા સુધી ગાજવીજ, આંધી અને ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે.

આ કમોસમી વરસાદનું કારણ શું છે?

રાજ્ય પર 3 વરસાદી સિસ્ટમ અને 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે વાતાવરણમાં આ ફેરફાર જોવા મળી રહ્યો છે.

કયા કયા જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે?

સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાત, તેમજ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

આ કમોસમી વરસાદ ખેડૂતો માટે કેટલો નુકસાનકારક છે?

ખેતરોમાં તૈયાર પાક અને કાપણીની સીઝન હોવાથી આ માવઠું ખેડૂતો માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
Embed widget