Gujarat Weather: ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીના વધુ એક રાઉન્ડની શરૂઆત, બે દિવસ કોલ્ડવેવની આગાહી
ગુજરાતમાં ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઇ ગયો છે અને 9 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 9 ડિગ્રીથી નીચે નોંધાયો હતો
Gujarat Weather: ગુજરાતમાં ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઇ ગયો છે અને 9 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 9 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. 5.4 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર રહ્યું. 3 દિવસમાં જ નલિયામાં લઘુતમ તાપમાનમાં 6.2 ડિગ્રીનો ઘટાડો થયો છે.
કાતિલ ઠંડીથી ક્યારથી મળશે રાહત ?
હવામાન વિભાગ મુજબ 24 કલાકમાં લઘુતમ તાપમાન 3 ડિગ્રી સુધી ઘટશે. જેના કારણે ઠંડીમાં હજુ વધારો થશે.અમદાવાદ, ભાવનગર, નલિયામાં 2 દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે..ગાંધીનગર, નર્મદા, છોટાઉદેપુર, ભુજમાં પણ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો છે. 3 દિવસમાં ગાંધીનગરમાં 7થી 8 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાય તેવી સંભાવના છે..અમદાવાદમાં આગામી 3 દિવસ 7થી 9 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાઈ શકે છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં 25 જાન્યુઆરી સુધી 10 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે અને ત્યારબાદ ઠંડીમાં સાધારણ ઘટાડો થઇ શકે છે.
ઠંડીના કાતિલ મોજા દરમિયાન શું કરશો
- શક્ય તેટલું ઘરની અંદર રહો અને ઠંડા પવન, વરસાદ, બરફના સંપર્કમાં આવવાથી બચવા માટે મુસાફરી ઓછી કરો.
- ઢીલા ફિટિંગના બહુવિધ સ્તરો પહેરો, હલકા-ભારે કપડાંના એક સ્તરને બદલે બહારથી વિન્ડપ્રૂફ, નાયલોન, કોટન અને અંદરના ગરમ ઉનના કપડાં પહેરો. ચુસ્ત કપડાં રક્ત પરિભ્રમણ ઘટાડે છે, તેમને ટાળો.
- તમારી જાતને શુષ્ક રાથો,. જો ભોનું હોય તો તમારું માથું, ગરદન, હાથ અને અંગૂઠાને પૂરતા પ્રમાણમાં ઢાંકો. શરીરના આ ભાગોમાંથી મોટાભાગની ગરમીનું નુકસાન થાય છે. ભીના કપડાં તરત બદલો.
- શિયાળામાં તમારા ફેફસાને સુરક્ષિત રાખવા મોં અને નાકને ઢાંકો. કોવિડ-1 અને અન્ય શ્વસન ચેપથી બચાવવા માટે બહાર જતી વખતે માસ્ક પહેરો.
- ગરમીના નુકસાનને રોકવા માટે કેપ, ટોપી અને મફલરનો ઉપયોગ કરો. ઈન્સ્યુલેટેડ-વોટરપ્રૂફ શૂઝ પહેરો. તમારાના માથાના ઢાંકો. કારણકરે શરીરની મોટાભાગની ગરમી માથાના ઉપરના ભાગમાંથી જતી હોય છે.
- સ્વસ્થ ખોરાક લો.
- પૂરતી રોગપ્રતિકારક શક્તિ જાળવવા માટે વિટામિન સીથી ભરપૂર ફળો અને શાકભાજી ખાવ.
- નિયમિત પણે ગરમ પ્રવાહી પીવો. ઠંડી સામે લડવા માટે શરીરની ગરમી જાળવી રાખશે.
- તેલ, પેટ્રોલિયમ જેલી અથવા બોડી ક્રીમ વડે નિયમિત ત્વચાને મોઈશ્ચરાઇઝ કરો
- વૃદ્ધ લોકો, નવજાત શિશુઓ તથા બાળકોની સંભાળ રાખો.
- જરૂરિયાત મુડબ આવશ્યક પુરવઠો સ્ટોર કરો. પર્યાપ્ત પાણીનો સંગ્રહ કરો. કારણકે પાઇપો જામી શકે છે.
- ઉર્જા બચાવો, જરૂરી હોય ત્યારે જ રૂમને ગરમ કરવા માટે રૂમ હીટરનો ઉપયોગ કરો. રૂમ હીટરનો ઉપયોગ કરતાં પહેલા યોગ્ય વેન્ટિલેશનની ખાતરી કરો.
- ગરમી પેદા કરવા માટે કોલસાને ઘરની અંદર સળગાવશો નહીં. જો તમારે કોલસો અથવા લાકડા સળગાવવા હોય તો તો યોગ્ય ચીમની રાખો. જેથી ધુમાડો નીકળી જાય. બંધ જગ્યાઓમાં કોલસો બાળવો ખતરનાક બની શકે છે, તેનાથી કાર્બન મોનોક્સાઇડ ઉતપન્ન થઈ શકે છે. જે ખૂબ ઝેરી છે અને રૂમમાં રહેલા વ્યક્તિઓને મારી શકે છે.
- ઠંડીના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાનું ટાળો.
- દારૂ ન પીવો. તે તમારા શરીરનું તાપમના ઘટાડ છે. દારૂનું સેવન રક્ત વાહિનીઓને સાંકડી કરે છે, ખાસ કરીને હાથમાંની, જે હાયપોથર્મિયાનું જોખમ વધારી શકે છે.
- ધ્રુજારીને અવગણશો નહી. તે પ્રથમ સંકેત છે કે શરીર ગરમી ગુમાવી રહ્યું છે. આ લક્ષણ જોવા મળે તો તાત્કાલિક ઘરની અંદર જતા રહો.
- જ્યાં સુધી અસરગ્રસ્ત વ્યકિત સંપૂર્ણપણે સજાગ ન હોય ત્યાં સુધી તેને કોઈપણ પ્રવાહી આપશો નહીં.