શોધખોળ કરો

ગુજરાતના આંગણે ઠંડીનું જોર ક્યારે વધશે? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

હાલ સમગ્ર ગુજરાત સહિત દેશમાં વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. પવનની દિશા પણ બદલાવવા લાગી છે.

અમદાવાદઃ હજુ ગુજરાતમાં ઘણી જગ્યાએ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહે છે ત્યારે આ દ્રશ્યો જોઈને ખેડૂતો ચિંતામાં મુકાઈ જાય છે. જોકે હવે વહેલી સવારે ઠંડીની શરૂઆત થઈ હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. હાલ સમગ્ર ગુજરાત સહિત દેશમાં વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. પવનની દિશા પણ બદલાવવા લાગી છે. નીચા દબાણવાળા ઉત્તરીય ક્ષેત્રમાં હવે ઊંચા દબાણને કારણે પવનની ઝડપમાં વધારો થયો છે. પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ તથા રાજસ્થાનના કેટલાક હિસ્સામાં રાત્રે તાપમાન ઘટાડો જોવા મળી રહ્યો છે. આકાશ સ્વચ્છ થવાથી હવે દિવસમાં ગરમી અને રાત્રે ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઓક્ટોબર મહિનામાં આવું જ વાતાવરણ રહેશે. ઘણાં વિસ્તારમાં રાતનું તાપમાન સામાન્યથી 2 ડિગ્રી સુધી ઓછું જઈ શકે છે. મહિનાના અંતે અને નવેમ્બરના પ્રારંભે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તરફથી વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાથી પહાડી વિસ્તારમાં હિમવર્ષા થશે તેવું અનુમાન છે. આ ઉપરાંત ઉત્તર દિશામાંથી ઠંડા પવનને કારણે દિવસનું તાપમાન પણ ઘટશે. આ કારણે સવારે ધુમ્મસ પણ જોવા મળશે. સ્કાઈમેટના જણાવ્યા પ્રમાણે, આ સમયે લા નીનાની સ્થિતિ બની શકે છે. જેના કારણે શિયાળો હોળી સુધી લંબાય તેવી શક્યતા છે. ઠંડીની તીવ્રતા પણ વધવાની સંભાવના છે. આ કારણે ચોમાસામાં વરસાદ પણ સામાન્ય કરતા વધારે થયો છે. હવામાન વિભાગના ડીજી ડૉ. મૃત્યુંજય મહાપાત્રના જણાવ્યા પ્રમાણે, નવેમ્બર મહિનાના અંતે આગામી ત્રણ મહિના એટલે કે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી માટે શિયાળાનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવશે. આગામી બે અઠવાડિયામાં 4 ડિગ્રી તાપમાનનો ઘટાડો થાય તેવી સંભાવના છે અને દિવાળી સુધીમાં ઠંડીમાં વધારો જોવા મળશે. વિજ્ઞાની મહેશ પાલાવત કહે છે કે, દિલ્હી-એનસીઆરમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી છે. આગામી બે સપ્તાહમાં 16-17 ડિગ્રી થઈ જશે. ત્યાર બાદ દરેક સપ્તાહે 1થી 2 ડિગ્રી ઘટતું જશે. ઓક્ટોબરના અંતે જ્યારે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે ત્યારે ઉત્તરમાં ભારે હિમવર્ષા થશે. આ રીતે દિવાળીની આસપાસ ઠંડી વધવાની શક્યતા છે. કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધીRajkot News : રાજકોટની યુનિકેર હોસ્પિટલની બેદરકારી! ડાબા પગના બદલે જમણા પગમાં ઓપરેશન કરવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget