Gujarat Weather: ગુજરાતમાં ફરી ક્યારથી પડશે કાતિલ ઠંડી ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
સોમવારથી ઠંડીમાં ફરી વધારાની સંભાવના છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે પણ અમદાવાદમાં આગામી સોમવારથી ગુરુવાર કાતિલ ઠંડી પડશે.
Gujarat Weather Update: રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં માવઠું થતાં જગતના તાતની માઠી બેઠી છે તો ઘણી જગ્યાએ કમોસમી વરસાદથી લગ્નમાં ભંગ પડ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈ મોટી આગાહી કરી છે. જે મુજબ આગામી 24 કલાકમાં ગુજરાતમાં 2-3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. સૌરાટ્રમાં તાપમાનમાં ફેરફાર નહીં થાય. આવતીકાલથી બે દિવસ પવન ફૂંકાવવાથી ઠંડીનો અનુભવ થશે અને હાલમાં વરસાદ નહીં પડે. અમદાવાદનું તાપમાન 16 ડિગ્રી જયારે ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે નલિયામાં સૌથી ઓછું 6.8 તાપમાન નોંધાયું છે. હાલ ઉત્તરીય પવનની લહેર છે, આવતીકાલથી ઉત્તર પૂર્વીય પવન ફૂંકાશે.
ઉત્તર ભારતમાં સર્જાયેલા વેર્સ્ટર્ન ડિર્સ્ટબર્ન્સને પગલે વિશેષ કરીને પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જેના પગલે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવશે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અન્ય કેટલાક સ્થળોએ વાદળછાયું વાતાવરણ થઇ શકે છે. અલબત્ત, સોમવારથી વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સની અસર ઓસરી જતાં વરસાદની સંભાવના નહિવત્ છે.
માવઠા બાદ ઠંડીના વધુ એક રાઉન્ડની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'આગામી 48 કલાક દરમિયાન સરેરાશ લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં આંશિક ઘટાડો થશે. જોકે, ત્યારબાદના 3 દિવસ તાપમાન 3-4 ડિગ્રી સુધી ગગડતાં કડકડતી ઠંડી પડી શકે છે. નલિયાના સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૭ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી 3 દિવસ નલિયામાં 7 થી 10 ડિગ્રી વચ્ચે તાપમાનની આગાહી છે.
આગામી બે દિવસ અમદાવાદમાં ઠંડીમાં આંશિક ઘટાડો અનુભવાશે. પરંતુ સોમવારથી ઠંડીમાં ફરી વધારાની સંભાવના છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે પણ અમદાવાદમાં આગામી સોમવારથી ગુરુવાર કાતિલ ઠંડી પડશે.
મુરલી વિજયે નિવૃત્તિ જાહેર કરી
સ્ટાઇલિશ ઓપનિંગ બેટ્સમેન મુરલી વિજયે ઈન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 30 જાન્યુઆરીએ બપોરે સોશિયલ મીડિયા પર આની જાણકારી આપી છે.
આ પણ વાંચોઃ
IND vs NZ : લખનઉમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં બન્યો આ મોટો રેકોર્ડ, એક પણ ટીમ નથી કરી શકી આ કારનામું
Bharat Jodo Yatra: રાહુલ – પ્રિયંકાએ લીધી સ્નોફોલની મજા, દિલને સ્પર્શી જશે ભાઈ-બહેનની આ તસવીરો