શોધખોળ કરો

Gujarat Lockdown Update: ગુજરાતમાં ફરી લોકડાઉન લાદવા મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીની મોટી જાહેરાત, મોદી સાથેની બેઠક પછી શું લેવાયો નિર્ણય ?

Gujarat Lockdown News: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી કોરોના કેસ સતત વધી રહ્યા છે અને માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેથી ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં ચિંતા વ્યક્ત કરી હતી.

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને રાજ્યનાં ચાર મોટાં શહેરો  સુરત, અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં કોરોના બેકાબૂ બન્યો છે. રાજ્યમાં દરરોજ એક હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાઇ રહ્યા છે ત્યારે રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. સોશિયલ મીડિયા પર આ પ્રકારની અફવાઓ ચાલી રહી છે ત્યારે  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટી જાહેરાત કરી છે.

રૂપાણીએ કહ્યું કે, રાજ્યમાં હાલમાં ફરીથી લોકડાઉન લગાવવાનું સરકારનું કોઇ આયોજન નથી અને હાલમાં રાજ્ય સરકાર નાઈટ કરફ્યુનો કડક અમલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી કોરોના કેસ સતત વધી રહ્યા છે અને માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેથી ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં  ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું કે, આ બેઠક પછી રાજ્ય સરકારે ગઇકાલે અધિકારીઓ સાથે વીડિયો કોંફરન્સ કરી હતી.

રૂપાણીએ દાવો કર્યો કે, કોરોનાને રોકવા માટે રાજ્ય સરકારે વ્યાપક પગલાં લીધાં છે અને વેકસીનની કામગીરીમાં વેગ આણવા કહ્યું છે.  3 લાખ લોકોને 1 દિવસમાં રસી અપાય તે બાબતે સૂચના આપી છે અને ટેસ્ટિંગમાં પણ દરરોજ વધારો કરવાંમાં આવશે. રાજ્ય સરકાર દ્વારા દિવસ માં 60 હજાર લોકોના ટેસ્ટિંગ કરવાની તૈયારી કરવામાં આવી છે. આ ઉપરાંત કોરોના અટકાવવા ટ્રેસિંગ કરવાનું શરૂ કર્યું છે.  રાજ્ય સરકારે આગાઉ સારી રીતે કોરોના સામે લડત આપી હતી અને આ વખતે પણ લડત આપીશું.

ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસ વધતાં અફવાઓપણ જોરશોરથી ચાલી રહી છે. કોરેનાના સૌથી વધારે કેસ સુરતમાં નોંધાઈ રહ્યા છે ત્યારે સુરત જિલ્લામાં ગમે ત્યારે લોકડાઉન લાદી દેવાશે તેની લોકોએ નોંધ લેવી એ પ્રકારનો નકલી પત્ર પોલીસના નામે ફરતાં થતાં લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે. આવી અફવાઓ બીજે પણ ચાલી રહી છે.

Surat Corona Guidelines: ગુટખા-પાન-મસાલા અંગે શું લેવાયો મોટો નિર્ણય ? ખાણી-પીણી-ચાની લારીઓને શું અપાયો આદેશ ? 

Surat: C.R. પાટીલના  ખાસ ક્યા નેતાનાં પત્નિ નિમાયાં જાહેર બાંધકામ સમિતીનાં ચેરમેન ? જાણો તમામ સમિતીના ચેરપર્સન્સનાં નામ 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી,  ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી, ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
Advertisement

વિડિઓઝ

Ahmedabad Call Center : અમેરિકામાં દવાના નામે ડોલર પડાવીને ઠગાઈ કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ
Jignesh Mevani Support Rally In Patan : જીગ્નેશ મેવાણીના સમર્થનમાં થરાદ અને પાટણમાં રેલી
Hun To Bolish : હું તો બોલીશ : આપણે આંગણે કોમનવેલ્થ ગેમ્સ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગયા નગરપાલિકાના રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવ્યું હવામાં ઝેર ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી,  ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી, ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
Ration:  ઘરે બેઠા બની જશે રાશનકાર્ડ અને e-KYC પણ થઈ જશે, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ 
Ration: ઘરે બેઠા બની જશે રાશનકાર્ડ અને e-KYC પણ થઈ જશે, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ 
Aadhaar New Rule: આ ડોક્યૂમેન્ટ વગર આધાર નહીં થાય અપડેટ, UIDAI એ જાહેર કર્યું લિસ્ટ, જાણી લો
Aadhaar New Rule: આ ડોક્યૂમેન્ટ વગર આધાર નહીં થાય અપડેટ, UIDAI એ જાહેર કર્યું લિસ્ટ, જાણી લો
Embed widget