શોધખોળ કરો

ગુજરાતમાં મહિલા કોંગ્રેસના પ્રમુખપદે આ પાટીદાર મહિલાની વરણી નક્કી ?  અનામત આંદોલનથી આવ્યાં લાઈમ લાઈટમાં...

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખની ટર્મ પૂરી થતાં નવા ચેહરાની શોધ શરૂ થઈ ગઈ છે. આ રેસમાં પાટીદાર મહિલા આગેવાન ગીતાબેન પટેલ મોખરે હોવાનું મનાય છે. આ ઉપરાંત વંદનાબેન પટેલનું નામ પણ ચાલી રહ્યું છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પોતાની નવી ટીમ બનાવી રહ્યા છે ત્યારે ગુજરાત મહિલા કોંગ્રેસની કમાન પાટીદાર મહિલાને સોંપાઈ શકે છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખની ટર્મ પૂરી થતાં નવા ચેહરાની શોધ શરૂ થઈ ગઈ છે.

આ રેસમાં પાટીદાર મહિલા આગેવાન ગીતાબેન પટેલ મોખરે હોવાનું મનાય છે. આ ઉપરાંત વંદનાબેન પટેલનું નામ પણ ચાલી રહ્યું છે. વંદના પટેલ કે ગીતા પટેલમાંથી કોઈ એક ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ બનશે એવો સૂત્રોનો દાવો છે.

રાજકોટનાં ગાયત્રીબા વાઘેલા હાલ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ છે પણ ઑક્ટોબર મહિનામાં જ ગાયત્રીબા વાઘેલાની ટર્મ પૂર્ણ થઈ ચૂકી છે. ગાયત્રીબાના સ્થાને ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે હાલ બે નામ ચર્ચામાં છે અને બંને પાટીદાર મહિલા છે.  

કોંગ્રેસનાં સૂત્રોના મતે વંદના પટેલ અને ગીતા પટેલના નામ પર હાલ ચર્ચા ચાલી રહી છે. સિનિયર મહિલા આગેવાનને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસનું  પ્રમુખ પદ સોંપવાનો નિર્ણય થયો છે. આ કારણે વંદનાબેન પટેલ અને ગીતાબેન પટેલનાં નામ ચર્ચામાં છે.

રસપ્રદ વાત એ છે કે, વંદના પટેલ અને ગીતા પટેલ  બંને પાટીદાર અનામત આંદોલનમાંથી આગળ આવ્યાં છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની નજીક છે. ગીતા પટેલ ગાંધીનગર જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યાં છે. ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ઠક્કરબાપા નગર બેઠક પરથી ગીતાબેન ચૂંટણી પણ લડ્યા હતા. વંદના પટેલ પાટીદાર અનામત આંદોલનનો ચેહરો બન્યા હતા અને મૂળ મહેસાણાનાં છે. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ વંદના પટેલ કોંગ્રેસમાં જોડાયાં છે.

સૂત્રોના મતે, હાલમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ બનવા માટે ગીતાબેન પટેલ પ્રબળ દાવેદાર છે. ગીતાબેન પટેલ કોંગ્રેસ સંગઠનમા સતત સક્રિય હોવાથી તેમના નામ પર મંજૂરીની મહોર મરાઈ શકે છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
PM Kisan: પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિનું પાપ, ડૉક્ટર-દર્દીને કેટલું નુકસાન?Junagadh News: KYC અપડેટની પ્રક્રિયાથી વિખેરાયેલા એક પરિવારનો થયો પુનઃમેળાપAmreli Lion Video: અમરેલી જિલ્લામાં સિંહોના ધામા, ઇંગોરાળા ગામે 4 પશુઓનું કર્યુ મારણAhmedabad NRI murder Case:  અમદાવાદના શાહપુરમાં NRI યુવક નિહાલ પટેલની હત્યા કેસનો ભેદ ઉકેલાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
PM Kisan: પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
Gujarat weather update: રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel forecast
આ વર્ષે અમદાવાદ ફ્લાવર શોમાં જવું મોંઘું પડશે, ટિકિટના ભાવમાં જંગી વધારો કરાયો
આ વર્ષે અમદાવાદ ફ્લાવર શોમાં જવું મોંઘું પડશે, ટિકિટના ભાવમાં જંગી વધારો કરાયો
Retail Inflation: ઘટી ગઈ મોંઘવારી, આરબીઆઈ માટે રાહતના સમાચાર... જાણો કઈ વસ્તુઓ સસ્તી થઈ
Retail Inflation: ઘટી ગઈ મોંઘવારી, આરબીઆઈ માટે રાહતના સમાચાર... જાણો કઈ વસ્તુઓ સસ્તી થઈ
Embed widget