GUJRAT CORONA LIVE UPDATE: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં ઉછાળો, આંકડો પહોચ્યો 2265 પર, 240 દર્દીઓ રિકવર થયા
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2265 કેસ નોંધાયા છે

Background
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2265 કેસ નોંધાયા છે. બીજી તરફ 240 દર્દીઓ રિકવર પણ થયા છે.
વડોદરાની શાળામાં કોરોનાનું સંક્રમણ વધ્યું, શહેરની વધુ 8 શાળાના 4 વિદ્યાર્થીઓ અને 5 શિક્ષકો કોરોનાગ્રસ્ત
વડોદરાની શાળામાં કોરોનાનું સંક્રમણ વધ્યું, શહેરની વધુ 8 શાળાના 4 વિદ્યાર્થીઓ અને 5 શિક્ષકો કોરોનાગ્રસ્ત.કોરોના સંક્રમણ માં સતત વધારો થઇ રહ્યો છે,શહેરની વધુ 8 શાળાના 4 વિદ્યાર્થીઓ અને 5 શિક્ષકો કોરોનાગ્રસ્ત થયા છે.નવજીવન સ્કૂલના 2, એમ.જી.એમ શાળા ની 1 વિદ્યાર્થિની અને જી.એ.બી સ્કૂલ નો 1 વિદ્યાર્થી પોઝિટિવ થયો છે.એમ.સી, કોન્વેન્ટ, શ્રેયસ અને બ્રાઇટ સ્કૂલો ના કુલ 5 શિક્ષકો પોઝિટિવ છે. 11 શાળાઓ માં ઓફ લાઈન શિક્ષણ બંધ કરાયું છે.
વીર નર્મદ યુનિવર્સિટીમાં કોરોનાનો પ્રકોપ, કુલપતિ,રજીસ્ટાર સહિત 8 અધ્યાપક અને 2 વિદ્યાર્થીઓ સંક્રમિત
સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કોરોના કહેર જોવા મળી રહ્યો છે. કુલપતિ,રજીસ્ટાર સહિત 8 અધ્યાપક કર્મચારી અને 2 વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. યુનિવર્સિટીમાં ચાલતા તમામ વિભાગો માં ઓફલાઇન અભ્યાસ બંધ કરાયો છે. તમામ ને ઓનલાઈન અભ્યાસ લેવા સૂચના અપાઈ છે.
50 % હાજરી સાથે વહીવટી કામગીરી કરવા સૂચના અપાઇ છે. યુનિવર્સિટી ના કાર્યકારી કુલસચિવ ડો.જયદીપ ચૌધરી કોરોના પોઝિટિવ આવ્યો છે. કોમ્પ્યુટર સાયન્સ વિભાગના વડા ડો.અપૂર્વ દેસાઈ કોરોના પોઝિટિવ થયા છે. સોસિયોલોજી વિભાગ ના વડા ડો.મધુ બેન ગાયકવાડ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અધ્યાપક ડો.વિભૂતિ જોશી કોરના પોઝિટિવ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અંગ્રેજી વિભાગ ના અધ્યાપક અમિત પ્રજાપતિ કોરોના પોઝિટિવ આવ્યો છે. ઉપરાંત હોસ્ટેલ માં ભણતા 2 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ





















