સૌરાષ્ટ્રમાં હિટવેવ, જૂનાગઢ સુરેન્દ્રનગરમાં 42.1 ડિગ્રી, જાણો ક્યાં જિલ્લામાં હજુ વધુ વધશે ગરમીનો પ્રકોપ
ગુજરાતમાં સતત ગરમીનો પારો ઊંચે જતાં અગનવર્ષાની સ્થિતિ સર્જાય છે. રાજ્યના 13 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. 28 માર્ચે જૂનાગઢ અને સુરેન્દ્રનગરનું મહત્તમ તાપમાન 42.1 ડિગ્રી નોંધાયું હતું.
ગુજરાતમાં સતત ગરમીનો પારો ઊંચે જતાં અગનવર્ષાની સ્થિતિ સર્જાય છે. રાજ્યના 13 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. 28 માર્ચે જૂનાગઢ અને સુરેન્દ્રનગરનું મહત્તમ તાપમાન 42.1 ડિગ્રી નોંધાયું હતું.
ગુજરાતમાં સતત ગરમીના પારો ઊંચે જઇ રહ્યો છે. હિટવેવના(Heatwave) કારણે રાજ્યના જુદા-જુદા 13 શહેરોમાં મહત્તમ તાપમાનનો આંક 40 ડિગ્રીને પાર જતાં લોકો અગનવર્ષનો અનુભવ કરી રહ્યાં છે. 28 માર્ચે રાજકોટનું તાપમાન 41,8, અમરેલીમાં 40.8 ડિગ્રી, કેશોદનું તાપમાન 41 અને મહુવાનું 41.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ 29 માર્ચે પણ સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે.
ગરમી અને લૂના કારણે રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગરમાં બપોરે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું.28 માર્ચે રસ્તાઓ ગરમીના કારણે સૂમસાન જોવા મળ્યાં હતા અને ગરમીથી બચવા લોકો શેરડી સહિત ફળોના જ્યુસનો સહારો લેતા જોવા મળ્યાં હતા. સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરમાં સાંજે સાત વાગ્યા સુધી હિટવેવનો અનુભવ થતાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યાં છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં ઉત્તરોતર વધારો થતો રહ્યો છે. હવામાન વિભાગે હજુ પણ સૌરાષ્ટ્રના આ તમામ જિલ્લામાં ગરમી વધવાના સંકેત આપ્યાં છે. જેથી સૌરાષ્ટ્રવાસીઓએ ગરમીથી શેકવવા માટે તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ 29 માર્ચે એટલે કે આજે ઘૂળેટીના દવિસે પણ ગરમીના પ્રકોપ વઘી શકે છે. રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગરમાં ગરમીના પારો 40ને પાર પહોંચી તેવી શક્યતા હવામાન વિભાગે કરી છે.28 માર્ચે અમદાવાદ વડોદરાનું મહત્તમ તાપમાન 40.2, સુરતમાં 40.6, ગાંધીનગરનું 40.5 ડિગ્રી જ્યારે ડીસાનું 41.5, ભુજનું 41.6, કંડલાનું 41.2, જામનગરનું 39 અને પોરબંદરનું ૩9.8 તથા મહુવામાં 41.2ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.