Porbandar: માધવપુરમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો
પોરબંદરના માધવપુરમાં વહેલી સવારથી જ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદની શરૂવાત થતાં 2 કલાકમાં ધોધમાર 4 ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો.
પોરબંદર: પોરબંદરના માધવપુરમાં વહેલી સવારથી જ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદની શરૂવાત થતાં 2 કલાકમાં ધોધમાર 4 ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય હતા. ખેતરોમાં પણ પાણી ભરાયા હતા. ભારે બફારા બાદ 4 ઇંચ થી વધુ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે.
પોરબંદર જિલ્લામાં ત્રણથી ચાર દિવસના વિરામબાદ આજે બપોર વરસાદનું આગમન થયું હતું. પોરબંદર શહેરમાં બોખીરા, જ્યુબેલી, સુદામાચોક, ફુવારા વિસ્તાર, જલારામ કોલોની, કડિયા પ્લોટ, છાંયા, એરપોર્ટ સહિત સમગ્ર શહેરમાં વરસાદ વરસ્યો છે. બરડા પંથકના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે. પોરબંદરના બરડા પંથક આવેલ અનેક ખેતરોમાં પાણી ભરાયા હતા. વરસાદને લઈ ગ્રામ્ય પંથકમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
ગુજરાતમાં 9 જિલ્લામાં રેડ એલર્ટ
આજે ગુજરાતમાં 9 જિલ્લામાં રેડ એલર્ટ અપાયુ છે. જૂનાગઢ, ભાવનગર, અમરેલી, સુરત, નવસારી, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ અપાયુ છે, આ ઉપરાંત રાજ્યમાં અન્ય જિલ્લાઓમાં જેમાં છોટા ઉદેપુરમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. રાજ્યમાં આજે પણ ગઇકાલની જેમ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા આજે જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ અને બોટાદ, વડોદરા, ભરૂચ, નર્મદામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, અને તાપી, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્યમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદનું અનુમાન
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. ભારેથી અતિભારે વરસાદની શકયતાને જોતા હવમાન વિભાગે આ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.વલસાડ, નવસારી, સુરત, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, રાજકોટ,દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો જામનગર, મોરબી, સુરેંદ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે