Gujarat Rain: વલસાડ અને નવસારીમાં આજે અતિભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
રાજ્યમાં ધમાકેદાર રીતે ચોમાસાની શરુઆત થઈ ગઈ છે. આજે પણ વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે.

Rain Alert in Gujarat : રાજ્યમાં ધમાકેદાર રીતે ચોમાસાની શરુઆત થઈ ગઈ છે. આજે પણ વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સોમવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદનું અનુમાન છે. નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
આજે આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ
7 જુલાઈ સોમવારે નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
8 જુલાઈ મંગળવારની આગાહી
આગામી 8 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.
આ સિવાય આગામી ત્રણ દિવસ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના 10 થી વધુ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
આગામી 48 કલાક અતિ ભારે
આ ચોમાસામાં મેઘરાજાએ આખા ગુજરાતને શરૂઆતથી જ ઘમરોળી નાંખ્યુ છે, જુલાઇ મહિનાના હજુ તો માત્ર 6 દિવસથી જ ત્યાં છે. ત્યાં 40 ટકા કરતા વધુ વરસાદ વરસી ગયો છે. અને હજુ પણ ધોધમાર વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના અલગ અલગ જિલ્લામાં મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગે હજુ ગુજરાત માટે 48 કલાક અતિ ભારે હોવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 48 કલાક અતિ ભારે વરસાદ થઈ શકે છે. હાલમાં 3 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ થવાની આગાહી છે. આગામી 5 દિવાસળી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ હવામાન વિભાગે માહિતી આપી છે કે 45 થી 55 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. તો અમદાવાદ અને ગાંધીનગર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શકયતા દર્શાવી છે.





















