Gujarat Rain: મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની કરાઈ આગાહી
આગામી 24 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે. જામનગર, દ્વારકા, પોરબંદર ગીરસોમનાથ અને દીવમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ગાંધીનગર: આગામી 24 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે. જામનગર, દ્વારકા, પોરબંદર ગીરસોમનાથ અને દીવમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે. વેલ માર્ક લો પ્રેશર અને સરક્યૂલેશનના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. નવસારી, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ અને આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ નવ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
જૂનાગઢમા જળબંબાકારની સ્થિતિ
હવામાન વિભાગની આગાહી વચ્ચે જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. વિસાવદરમાં 6 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકતા જમીન ત્યાં જળના દ્રશ્યો જોવા મળ્યા હતા. ભારે વરસાદને લઈ આંબાજળ ડેમ ઓવરફ્લો થયો અને ડેમના 2 દરવાજા ખોલી પાણી છોડાયું હતું. જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરી છે. દામોદર કુંડ પાસે વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અટવાયા હતા. ગિરનાર પર્વત પરથી ઝરણાંની જેમ પાણી વહેતા થયા હતા. ગિરનાર પર્વત પર મેઘરાજાએ જળાભિષેક કરતાં દામોદર કૂંડમાં ધસમસતા પાણીના પ્રવાહ વહેતા થયા છે. ભારે વરસાદના કારણે જૂનાગઢ મહાનગરપાલિકાની પ્રિમોનસૂન કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.
ભારે વરસાદના કારણે જૂનાગઢ-રાજકોટ હાઈવે પર આવેલા દોલતપરામાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. જોશીપુરા અંડરબ્રિજમાં પાણી ભરાતા બેરિકેડ મુકી અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. મૂશળધાર વરસાદના કારણે જૂનાગઢ જિલ્લામાં ઓઝત નદી બે કાંઠે વહી રહી છે. ઓઝત નદીમાં પૂર આવતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે.
જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને વિસાવદર તાલુકામાં બારે મેઘ ખાંગા થયા છે. અહીં છેલ્લા 12 કલાકમાં 16 ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જ્યા જુઓ ત્યા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રસ્તાઓ નદીમાં ફેરવાયા છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
જૂનાગઢ જિલ્લાના આ બે ડેમ ઓવરફ્લો થતા નિચાણવાળા ગામોને કરાયા એલર્ટ
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો બીજી તરફ નદી-નાળા છલકાઈ ગયા છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને લઈને આંબાજળ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના બે દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વિસાવદરના ગ્રામ્ય વિસ્તારમાં પણ અનરાધાર વરસાદ પડ્યો છે. આંબાજળ ડેમના પાટિયા ખોલાતા નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. સરસઈ,ચાપરડા સહિતના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial