Gujarat Rain Forecast: 26 સપ્ટેમ્બરથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ અલર્ટ
Gujarat Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ 25 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરી મેઘરાજાની એન્ટ્રી થશે, વરસાદને લઇને કેટલાક જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
Rain Forecast: લાંબા વિરામ બાદ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે. હવામાન વિભાગની આગાહી મુજબ 25 સપ્ટેમ્બરથી રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવશે અને ધોધમાર વરસાદનું અનુમાન છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ફરી રાજ્યમાં વરસાદી માહોલ જામશે. આ સિસ્ટમ લો પ્રેશરમાં ફેરવાશે અને ગુજરાત તરફ આગળ આવશે તો સૌરાષ્ટ્ સહિતના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અને શીયર ઝોનના કારણે રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે. હવામાન વિભાગે આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યેલો અલર્ટ જાહેર કર્યું છે.
આ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની તીવ્રતાના અનુમાન મુજબ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી,નવસારી, ડાંગમાં આવતીકાલે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
આ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ
હવામાન વિભાગે ગુજરાતના આ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરતા ભારે વરસાદની આગાહી કરી છે.નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ જાહેર કર્યું છે. 26-27 અને 28 સપ્ટેમ્બરે અમદાવાદમાં પણ ભારે વરસાદ સાથે યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નર્મદા, સુરત અને, તાપી, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને, નર્મદામાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. 26 સપ્ટેમ્બરે અમદાવાદ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને, નર્મદામાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ચોમાસાની સિઝનનો ક્યો કેટલો વરસ્યો વરસાદ
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 125.07 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 183.32 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો 129.74 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 129.37 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. જ્યારે મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 121.11 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 107.66 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
આ પણ વાંચો
ચોમાસાના છેલ્લા રાઉન્ડમાં પણ વરસાદ ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીએ 2-5 ઇંચ વરસાદની આગાહી કરી