(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Monsoon: રાજ્યમાં આજથી મૂશળધાર વરસાદની આગાહી, 24 કલાકમાં 67 તાલુકામાં મેઘમહેર
Gujarat Rain: રાજ્યમાં આજથી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. ત્રીજા રાઉન્ડમાં મૂશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
Gujarat Monsoon: રાજ્યમાં ત્રણ સિસ્ટમની અસર થવાથી અનેક જગ્યાએ ભારે તેમજ અતિભારે વરસાદ થવાની સંભાવના છે. રાજ્યમાં આજથી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. ત્રીજા રાઉન્ડમાં મૂશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ 18, 19 અને 20 અને 21 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગીર સોમનાથ, ભાવનગર,વલસાડ, નવસારી, સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહેશે. વરસાદની આગાહીને પગલે સોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપી દેવાઈ છે. રાજ્યમાં ચોમાસના બે રાઉન્ડ પુરા થયાં છે અને સિઝનનો કુલ 52.76 ટકા વરસાદ ખાબકી ગયો છે. હવે ત્રીજા રાઉન્ડમાં વરસાદ કેવો રહેશે તેની પર ખેડૂતોની નજર છે.
છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ વરસ્યો છે. પંચમહાલના જાંબુઘોડામાં સૌથી વધુ સવા ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે.
- છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં અઢી ઈંચ વરસાદ
- રાજકોટના જામકંડોરણામાં સવા બે ઈંચ વરસાદ
- છોટા ઉદેપુર તાલુકામાં સવા બે ઈંચ વરસાદ
- ગીર સોમનાથના ઉનામાં પોણા બે ઈંચ વરસાદ
- જૂનાગઢના વિસાવદરમાં પોણા બે ઈંચ વરસાદ
- છોટા ઉદેપુરના ક્વાંટમાં સવા ઈંચ વરસાદ
- જાફરાબાદ, લાઠીમાં સવા સવા ઈંચ વરસાદ
- ગીર ગઢડા, મેંદરડા,બોડેલીમાં એક એક ઈંચ વરસાદ
- સુરતના માંડવી, રાજકોટના ગોંડલમાં પોણો પોણો ઈંચ વરસાદ
- રાજકોટના જસદણ, ગીર સોમનાથના કોડીનારમાં પોણો ઈંચ વરસાદ
- ડોલવણ, કપરાડા, આહવા, જેતપુરમાં અડધો ઈંચ વરસાદ
- બારડોલી, ગણદેવી, વાઘોડીયામાં અડધો ઈંચ વરસાદ
રાજમા વરસાદની ઝોન વાઈઝ સ્થિતિ જોઇએ તો, કચ્છમાં 112.24 ટકા, ઉત્તર ગુજરાતમાં 51.04 ટકા, મધ્ય ગુજરાતમાં 41.72 ટકા, સૌરાષ્ટ્રમાં 70.01 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 43.51 ટકા વરસાદ થયો છે.રાજ્યમાં વરસાદના બે રાઉન્ડમાં સૌથી ઓછો વરસાદ દાહોદ,વડોદરા, નર્મદા અને ડાંગ જિલ્લામાં નોંધાયો છે. જેમાં દાહોદમાં 32.33 ટકા,વડોદરામાં 35.12 ટકા, ડાંગમાં 30.70 અને નર્મદા જિલ્લામાં 33.21 ટકા વરસાદ નોંધાયો છે.જ્યારે સૌથી વધુ વરસાદની વાત કરીએ તો કચ્છમાં 112.24, અમરેલીમાં 63.73, બોટાદમાં 68.96, ગીર સોમનાથમાં 73.96, જામનગરમાં 71.06, જૂનાગઢમાં 95.27 અને રાજકોટ જિલ્લામાં 73.43 ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યના 207 જળાશયોમાં 52.96 ટકા પાણીનો જથ્થો છે. ઝોન વાઈઝ સ્થિતિ જોઈએ તો, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 60.41, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 34.47 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 41.56 ટકા, કચ્છના 20 જળાશયોમાં 63.77 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 62.49 ટકા જ્યારે સરદાર સરોવરમાં 63.38 ટકા પાણીના જથ્થા સાથે રાજ્યમાં કુલ 52.96 ટકા પાણીનો જથ્થો છે.