શોધખોળ કરો
અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ, ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ
રાજ્યમાં આજે છૂટોછવાયો વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રના અમરેલી, પોરબંદર, દ્વારકા અને ભાવનગરમાં વરસાદ નોંધાયો છે.

અમરેલી: સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી, સુરેંદ્રનગર, દ્વારકા, ભાવનગર, મોરબીમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો., તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ છે. અમરેલીના લાઠીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.. ભારે ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે.
રાજ્યમાં આજે છૂટોછવાયો વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રના અમરેલી, પોરબંદર, દ્વારકા અને ભાવનગરમાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ હળવો વરસાદ વરસ્યો છે.
અમરેલી જિલ્લામાં વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. અમરેલી જિલ્લાના રાજુલા, વડિયા, કુકાવાવ, સહિતના ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે ભારે વરસાદ પડતા ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
