Amreli Rain: અમરેલી જિલ્લાના ચલાલામાં કરા સાથે વરસાદ ખાબક્યો
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. અમરેલી જિલ્લાના ધારીમાં વરસાદ વરસ્યો છે. ચાલાલા મીઠાપુરમાં કરા સાથે વરસાદ વરસ્યો છે.
અમરેલી: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. અમરેલી જિલ્લાના ધારીમાં વરસાદ વરસ્યો છે. ચાલાલા મીઠાપુરમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. સાવરકુંડલા તાલુકાના અનેક વિસ્તારમાં પણ ધીમી ધારે કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમરેલી જિલ્લાના ધારીના ચલાલા ગામમાં ફરી કરા સાથે વરસાદ વરસ્યો છે. ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો છે. ધીમીધારે વરસાદ વરસ્યા બાદ ધોધમાર કરા સાથે ચલાલામાં વરસાદ શરૂ થયો છે. ધારીના નાગધ્રા ઝર મોરઝર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં આગામી 2 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. આવતીકાલે ગુજરાત રીજીયનમાં દમણ , દાદરા નગર હવેલી , સૌરાષ્ટ્રમાં અમરેલી , ભાવનગર , ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની ગતી 30- 50 કિમી પ્રતિ કલાકે રહેશે. 6 તારીખે સામાન્યથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા , સાબરકાંઠા , સૌરાષ્ટ્ર , કચ્છ , દિવ , દમણ , દાદરા નગર માં વરસાદની આગાહી કરાઈ છે.
રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદી માહોલ
રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેને લઈ આજે સવારથી જ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આ જાણકારી આપી છે. હવામાન વિભાગના અનુસાર, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. પરિણામે ઉત્તર , મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ તેની અસર જોવા મળી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ આવતીકાલે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદ પડશે. વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. 40 કિમીની ઝડપે પવન ફૂંકાતો રહેશે.
રાજ્યમાં અમરેલી, સુરેન્દ્રનગર અને રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યા છે. સૌરાષ્ટ્રના આ ત્રણેય શહેરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
બનાસકાંઠામાં સવારથી મૂશળધાર વરસાદ પડતાં અનેક વિસ્તાર પાણી પાણી થઇ ગયા હતા. પાલનપુર, વડગામ, દાંતા, અંબાજીમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ધાનેરા, થરાદ, દિયોદરમાં ધોધમાર વરસાદના કારણે સવાર બહાર જતા લોકોને મુશ્કેલી પડી હતી. કાંકરેજ અને દાંતીવાડામાં ભારે વરસાદે ખેડૂતની ચિંતા વધારી છે. બાજરી, જુવાર સહિતના ઉનાળું પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.