શોધખોળ કરો

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. શહેરના બોપલ, શેલા, ઘૂમા, સાયન્સ સિટી, સોલા, થલતેજ, પકવાન અને પ્રહલાદનગર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.

અમદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. શહેરના બોપલ, શેલા, ઘૂમા, સાયન્સ સિટી, સોલા, થલતેજ, પકવાન અને પ્રહલાદનગર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.  ઓફિસથી છૂટવાના સમયે જ વરસાદ શરૂ થતા અનેક લોકો ટ્રાફિકમાં ફસાયા હતા.  અમદાવાદ શહેરના ઓઢવ,આદિનાથનગર અને નિકોલમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વસ્ત્રાલ, રામોલ અને નરોડામાં પણ વરસાદ પડ્યો છે.  ઓઢવના અંબિકાનગર અને વલ્લભનગર વિસ્તારમાં  વરસાદ વરસ્યો છે.  સામાન્ય વરસાદમાં જ રસ્તા પર પાણી ભરાયા છે.

રાજ્યમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે.  આ આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના મતે આજથી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ વરસશે. તેમાં પણ કચ્છ, બનસકાંઠા અને સાબરકાંઠામાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. આ સાથે જ પાટણ, મહેસાણા,ગાંધીનગર, અરવલ્લી,સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.  સૌરાષ્ટ્રમાં જામનગર,રાજકોટ,બોટાદમાં ભારે વરસાદ વરસશે.

અમદાવાદ અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકા, મોરબી, પોરબંદર, આણંદ, વલસાડ વરસાદની આગાહી છે. જો કે 26 જુલાઈથી વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 60 ટકા વરસાદ નોંધાયો છે. 

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ યથાવત 

હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ યથાવત છે. રાજકોટના ગોંડલ નેશનલ હાઈવે પર ધોધમાર વરસાદ વરસ્યો છે. બિલિયાળા, ભુણાવા સહિતના ગ્રામ્ય વિસ્તારોના સીમ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. 

બનાસકાંઠા જિલ્લામાં વરસાદ

બનાસકાંઠાના પાલનપુર પંથકના કેટલાક ગામોમાં ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ પડવાનો શરૂ થયો છે. બનાસકાંઠા જિલ્લામાં સીઝનનો  37 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હજુ પણ સારો વરસાદ પડે તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે. જેના કારણે જળાશયો ભરાય અને ઉનાળામાં કે શિયાળામાં સિંચાઈના પાણી માટે વલખા ન મારવા પડે. બનાસકાંઠામાં સિઝનનો અત્યાર સુધી 37 ટકા જ વરસાદ વરસ્યો છે. જેમાં  અમીરગઢ તાલુકામાં 37.69 ટકા, ભાભરમાં 48.16 ટકા, દાંતામાં 45.61 ટકા, દાંતીવાડામાં 40.39 ટકા, ડિસામાં 40.13 ટકા, દિયોદરમાં  58.17 ટકા, ધાનેરામા માત્ર 12.68 ટકા વરસાદ વરસ્યો છે.  કાંકરેજમાં 35.56 ટકા, લાખણીમાં 18.55 ટકા, પાલનપુરમાં 34.48 ટકા, પાલનપુરમાં 34.48 ટકા સુઈગામમાં 53.79 ટકા, થરાદમાં 29.36 ટકા, વડગામમાં 47.70 ટકા, વાવમાં 25.97 ટકા વરસાદ વરસ્યો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget