શોધખોળ કરો
દીવના દરિયામાં જોરદાર કરન્ટ, વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ
ભારે વરસાદના કારણે દીવના રસ્તાઓ અને કાપડ બજારમાં પાણી ફરી વળ્યા હતા. દીવના દરિયામાં જોરદાર કરન્ટ જોવા મળી રહ્યો છે.
દીવ: છેલ્લા બે દિવસથી દીવમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે દીવના રસ્તાઓ અને કાપડ બજારમાં પાણી ફરી વળ્યા હતા. દીવના દરિયામાં જોરદાર કરન્ટ જોવા મળી રહ્યો છે. ઘોઘલાનો દરિયો હિંડોળે ચડતા પીલાણી હોડીઓ તણાય હતી.
છેલ્લા બે દિવસથી દીવમા ભારે વરસાદ પડી રહ્યો છે, આજે વહેલી સવારથી જ દીવમા ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદના કારણે દીવના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.
દીવની નામચીન એવી ફોરેન કાપડ બજાર કેનાલ બની હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ફોરેન માર્કેટમાં પાણી ફરી વળ્યા હતા. દીવમા વરસાદી માહોલ જામતા ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી છે.
દીવના દરિયામાં ન્હાવા પર હાલ પ્રતિબંધ છે. દીવના લોકો વરસાદમાં ન્હાવાની મજા માણી રહ્યા છે. ઘોઘલાના દરિયામાં ઊંચા મોજા ઉછળી રહયા છે. ભારે પવનના કારણે 15 જેટલી નાની મોટી પીલાણીઓ દરિયામાં તણાઈ જવાથી માછીમારોને ભારે નુક્શાન થયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
દુનિયા
શિક્ષણ
Advertisement