શોધખોળ કરો

ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની તોફાની બેટિંગ, ગુજરાતના કયા વિસ્તારોમાં પડ્યો વરસાદ? જુઓ વિગતે

ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દ્વારકા, જૂનાગઢ, ભાવનગર, સુરત અને તાપીમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી

ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દ્વારકા, જૂનાગઢ, ભાવનગર, સુરત અને તાપીમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. ભારે વરસાદને કારણે નદી, નાળા અને ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. ગઈકાલે સાંજથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં હળવાંથી લઈને ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી. જ્યારે ભારે વરસાદને પગલે ભાનગર સહિતના દરિયા કિનારાઓ પર 3 નંબરનું સિગ્લન લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો હતો. દ્વારકા, જૂનાગઢ, ભાવનગર, સુરત અને તાપીમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી તો અમદાવાદ, ગાંધીનગરમાં ઝરમર વરસાદ જોવા મળ્યો હતો. સમગ્ર અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો છે. શહેરના એસપી રિંગ રોડ, એસ.જી. હાઈવે શાહીબાગ વિસ્તારમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યાં હતાં. તો રાણીપ, વાડજ, ઘાટલોડિયા સાયંસ સિટી, વાસણા, નરોડા, નારોલમાં વરસાદ ખાબક્યો હતો. વરસાદી માહોલના કારણે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન થયા હતાં. કેટલાક વિસ્તારમાં વૃક્ષો પડવાની ઘટના બનતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં તો અમુક જગ્યા પર પાણી ભરાતા લાકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરતના માંડવીમાં મોડી સાંજે ધોધમાર વરસાદ પડ્યો હતો. તડકેશ્વર, કરંજ, ઉશ્કેર, નૌગામાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતાં. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે સુરતના રાંદેર કોઝવેને બંધ કરવાની ફરજ પડી હતી. પાણીનો પ્રવાહ વધતા રાહદારીઓની સલામતીના ભાગ રૂપે પ્રશાસને કોઝ વે બંધ કર્યો હતો. સુરત શહેરમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતાં. શહેરના અઠવાલાઇન્સ, ઘોડદોડ રોડ, પારલે પોઇન્ટ, ઉમરા, નાનપુરા ચોક સહિતના અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા હતાં. વલસાડ નેશનલ હાઈવે 48 પર રાતના સમયે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે હાઈવે પર વાહન ચલાવતા લોકોને મુશ્કેલી પડી હતી. તાપીના વ્યારામાં મોડી રાત્રે જોરદાર વરસાદી ઝાપટાં પડ્યા હતાં. વાલોડ, ડોલવણ, બાજીપૂરા, બુહારી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. અનેક ગામડાઓમાં વીજળી પણ ગૂલ થઈ ગઈ હતી. ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. ચેક ડેમ અને નદીઓમાં પૂરમાં આવતાં જળિયા ગામમાં પાણી ફરી વળ્યાં હતાં. ભારે પવન અને વરસાદના કારણે PGVCLના વીજ પોલ પણ ધરાશાયી થયા હતાં. અમરેલી જિલ્લામાં સતત પાંચમાં દિવસે વરસાદ નોંધાયો હતો. બગસરા અને સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ગીર સોમનાથના કોડીનાર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. કોડીનારના દેવલી, સરખડી, રોનાજ, કડોદરા, દુદાણા અને મિતિયાજમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો હતો.

ટોપ સ્ટોરી

Gir Safari: સિંહ પ્રેમીઓ માટે ખુશખબર, ચાલુ વર્ષે ગીર અભયારણ્યમાં સિંહ દર્શન 13 દિવસ વહેલા થશે શરૂ
Gir Safari: સિંહ પ્રેમીઓ માટે ખુશખબર, ચાલુ વર્ષે ગીર અભયારણ્યમાં સિંહ દર્શન 13 દિવસ વહેલા થશે શરૂ
ESIC: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, 1લી ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાં ESIC યોજનાનો થશે વ્યાપક અમલ
ESIC: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, 1લી ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાં ESIC યોજનાનો થશે વ્યાપક અમલ
ગુજરાત કૉંગ્રેસને લઈ મોટા સમાચાર, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની કૉંગ્રેસમાં જોડાવાની અટકળો
ગુજરાત કૉંગ્રેસને લઈ મોટા સમાચાર, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની કૉંગ્રેસમાં જોડાવાની અટકળો
Bogus Funding: બૉગસ પોલિટિકલ ડૉનેશન કૌભાંડ, 23 રાજકીય પાર્ટીઓએ લીધું 4,000 કરોડનું દાન
Bogus Funding: બૉગસ પોલિટિકલ ડૉનેશન કૌભાંડ, 23 રાજકીય પાર્ટીઓએ લીધું 4,000 કરોડનું દાન

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
Embed widget