શોધખોળ કરો
Advertisement
ધોધમાર વરસાદને પગલે સૌરાષ્ટ્રના કયા ગામો બેટમાં ફેરવાયા? જુઓ પહેલીવાર સામે આવ્યા આકાશી દ્રશ્યો
સતત પાંચ દિવસથી પડી રહેલા વરસાદ તેમજ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે માંગરોળના ઘેડ પંથકના ગામોને બેટમાં ફેરવાયા છે. જેની આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.
જુનાગઢ માંગરોળ પંથકમાં સતત પાંચ દિવસથી પડી રહેલા વરસાદ તેમજ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે માંગરોળના ઘેડ પંથકના ગામોને બેટમાં ફેરવાયા છે. જેની આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. માંગરોળના સાંઢા શરમા ફુલરામા ઓસાઘેડ સામરડા લાંગડ સહીતના ઘેડના ગામો બેટમાં ફેરવાયા છે.
ઘેડના ગામોની સીમમાં કમરડુબ પાણી ભરાતાં ખેડુતો પરેશાન થયા છે. ભારે વરસાદ વરસતાં માંગરોળના ઘેડ પંથકના ગામો ત્રીજી વખત બેટમાં ફેરવાયા હતાં. લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજીતરફ વહેતા પાણી હોવાથી પાણીમાં તાણ હોવાના કારણે લોકોમાં મુશ્કેલી વધી રહી છે.
એક ગામથી બીજા ગામોને જોડતાં રોડ ઉપર ત્રણ ત્રણ ફુટ જેટલાં પાણી રોડ ઉપર હોવાથી લોકો પરેશઆન થયા છે. માંગરોળ પંથકમા મેધરાજા યથાવત જોવા મળ્યા હતાં. ઉપરવાસમાં ગઈકાલે પડેલા ભારે વરસાદનું પાણી માંગરોળના ઘેડ પંથકમાં આવી પહોંચતાં લોકોની હાલાકી વધી રહી છે.
માંગરોળ તાલુકામાં સતત વરસાદ તેમજ ઓજત નદીના ત્રણ દરવાજા ખોલતાં માંગરોળ તાલુકાના ત્રણ-ચાર ગામો સંપર્ક વિહોણા થયા છે.
ઓસાઘેડ, ફુલરામા, બગસરા ઘેડ, સહીતના ગામો સંપર્ક વિહોણા થયા હતાં.
ઓજત નદીના ત્રણ દરવાજા ખોલતાં ઓજત નદીનો ઘસમસતો પાણીનો પ્રવાહ માંગરોળના ઘેડ પંથકમાં પહોંચતા ઘેડ પંથકમાં તારાજી સર્જી હોય તેવું લાગી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
આરોગ્ય
રાજકોટ
Advertisement