શોધખોળ કરો
Advertisement
દીવમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ, રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી
ઉનામાં પણ ધોધમાર વરસાદથી ગની માર્કેટમાં પાણી ભરાયા છે. આગામી ત્રણથી પાંચ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
દીવ: દીવમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. ઉનામાં પણ ધોધમાર વરસાદથી ગની માર્કેટમાં પાણી ભરાયા છે. આગામી ત્રણથી પાંચ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
રાજયમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. રાજયના પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
3 થી 5 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. રાજયમાં ઓગસ્ટ મહિનામાં નોંધપાત્ર વરસાદ વરસતા સિઝનનો 95 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
દેશ
Advertisement